રાજસ્થાનનાં રણથમ્ભોર ટાઇગર રિઝર્વમાં સુતેલા વાઘ પર પથ્થર ફેંકવાને લઇને પ્રવાસી અને ગાઇડ પર 51 હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. પાર્કમાં લાગેલ થર્મલ ઇમેજિંગ કેમેરાઓમાં આ ઘટના કેદ થઇ ગઇ.
જયપુરઃ એક પ્રવાસી અને તેનાં ગાઇડ પર સુતેલા વાઘ પર પથ્થર ફેંકવાનાં આરોપમાં 51 હજાર રૂપિયાનો આર્થિક દંડ લગાવવામાં આવ્યો છે. આ મામલો રાજસ્થાનનાં રણથમ્ભોર ટાઇગર રિઝર્વનો છે. અહીં મંગળવારનાં રોજ ઝોન-6નાં પીલીઘાટ ગેટ પર પ્રવાસી અને ગાઇડે એક સુતેલા વાઘને જોયો. એક વનકર્મીએ જણાવ્યું, 'આ દરમ્યાન પ્રવાસી કેમેરા સાથે જીપ્સીમાં જ બેસી રહ્યાં, જ્યારે ગાઇડથી નીચે ઉતરીને વાઘને જગાડવા માટે પથ્થર ફેંક્યો.'
આ બધું જ પાર્કમાં લગાવવામાં આવેલ થર્મલ ઇમેજિંગ કેમેરામાં કેદ થઇ ગઇ, જેને વાઘોની ગતિવિધિઓને નોટિસ કરવા માટે લગાવવામાં આવે છે. ડિવિઝનલ વન અધિકારી મુકેશ સૈનીએ કહ્યું કે, પ્રવાસી અને ગાઇડનાં ટાઇગર રિઝર્વ નિયમોનાં ઉલ્લંઘન બાદ અમે તેઓને તુરંત પાર્ક છોડવા માટે કહ્યો અને 51 હજારનો દંડ લગાવ્યો.'
ગાઇડની એન્ટ્રી પર પણ પ્રતિબંધઃ
વન વિભાગે આનાં પર એહતિયાતી પગલું ભરતા પ્રવાસીઓની પૂરા દિવસની સફારી બુકિંગ કેન્સલ કરી દીધી. આ સિવાય પાર્કમાં સફારીને માટે ગાઇડની એન્ટ્રી પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.