બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હવે ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને મળશે વધુ વેગ, એકસાથે 3 સફારી પાર્કને આપી મંજૂરી

મોટો નિર્ણય / હવે ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને મળશે વધુ વેગ, એકસાથે 3 સફારી પાર્કને આપી મંજૂરી

Last Updated: 01:04 PM, 3 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Safari Park Latest News : સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ સફારી પાર્કને મંજૂરી આપી, કેવડીયામાં હયાત પાર્ક ઉપરાંત વધુ એક સફારી પાર્ક બનશે

Gujarat Safari Park : રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને લઈ સૌથી મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં હવે ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ સફારી પાર્કને મંજૂરી આપી છે. વિગતો મુજબ સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ કચ્છના કોટેશ્વર, ઉના પાસે નલીયા માંડવી તથા કેવડીયા ખાતે સફારી પાર્કને મંજૂરી આપી છે. નોંધનિય છે કે, કચ્છ અને નર્મદા-અંબાજી સહીતના આ વિસ્તારોમાં વર્ષે દહાડે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. જોકે હવે સફારી પાર્કને મંજૂરી મળતા પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળશે.

વધુ વાંચો : ચીચીયારીઓથી ગૂંજી ઉઠ્યો હાલોલ-વડોદરા રોડ, એકસાથે 5 વાહનો ટકરાતા ઘટનાસ્થળે જ દંપતીનું મોત, 4 ઘાયલ

સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ ગુજરાતના અનેક જિલ્લામાં સફારી પાર્કને મંજૂરી આપી છે. જેમાં કચ્છના કોટેશ્વર, ઉના પાસે નલીયા માંડવી તથા કેવડીયા ખાતે સફારી પાર્કને મંજૂરી આપવામાં આવી છે. મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ ત્રણેય સફારી પાર્કની કામગીરી શરૂ થશે. વિગતો મુજબ કેવડીયામાં હયાત પાર્ક ઉપરાંત વધુ એક સફારી પાર્ક બનશે. આ સાથે અંબાજી, વાંસદા તથા બરડામાં સફારી પાર્ક સ્થાપના કરવાની કવાયત શરૂ કરવામાં આવશે. ગાંધીનગર આઈઆઈટી પાસે પણ સફારી પાર્કને મંજૂરી માટે કામ શરૂ થયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Safari Park Gujarat Safari Park
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ