લ્યો કરો સ્માર્ટસીટીની વાત ! આનંદનગરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ, ચેરમેનને મારી નાખવાની ધમકી

By : hiren joshi 08:48 PM, 16 April 2018 | Updated : 08:48 PM, 16 April 2018
અમદાવાદ: આનંદનગર વિસ્તારમાં આવેલ ટાઈટેન્યમ બિઝનેસ હબમાં છેલ્લા 2 વર્ષથી લુખ્ખા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. બે દિવસ પહેલા લુખ્ખા તત્વો દ્વારા બિલ્ડીંગના સિક્યુરીટીનાં માણસને ઢોર માર મારવામાં આવ્યો અને ખોટી દાદાગીરી કરવામાં આવી હતી.

બિલ્ડીગના પાર્કિગમાં કારની અંદર કોઈ અજાણી યુવતી સાથે લુખ્ખા તત્વ દ્વારા અભદ્ર રીતે બેસે છે. બિલ્ડીંગના ચેરમેન અને સેક્રેટરી દ્વારા આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી હતી. 

પરતું કોઇ જ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ન હતી. અસામાજિક તત્વ દ્વારા ચેરમેન અને સેક્રેટરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી.

ત્યારે તમામ રહીશો ભેગા થઈને ડીસીપી ઝોન 7ને મળવા ગયા હતા. જવાબદાર પોલીસ આધીકારીએ આ મામલે કડક કાર્યવાહી કરવાની બાહેધરી આપી છે.Recent Story

Popular Story