top let terrorist mudasir pandit along with two others killed in sopore encounter of jammu and kashmir
એન્કાઉન્ટર /
સોપોર એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, ટોપનો લશ્કરનો આતંકી મુદાસિર પંડિત સહિત 3 ઠાર
Team VTV07:23 AM, 21 Jun 21
| Updated: 07:54 AM, 02 Jul 21
સોપોર વિસ્તારમાં રવિવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે થયેલી અથડામણમાં મુદાસિર સહિત 3 આતંકી ઠાર કરાયા છે.
સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ
લશ્કરના 3 આતંકવાદીઓને ઠાર
લશ્કર-એ-તૈયબાના ટોપ આતંકવાદી મુદાસુર પંડિત ઠાર
સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ
જમ્મુ કાશ્મીરમાં બારામૂલા જિલ્લાના સોપોર વિસ્તારમાં રવિવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ થઈ. રાતભર જારી અથડામણમાં સુરક્ષાદળોના હાથમાં મોટી સફળતા હાથ લાગી છે. સુરક્ષાદળોએ આ દરમિયાન લશ્કરના 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જેમાં લશ્કરનો ટોપનો આતંકવાદી મનાતો મુદાસિર પંડિત પણ શામેલ છે. હાલમાં સર્ચ ઓપરેશન જારી છે.
Encounter breaks out between security forces and terrorists at Gund Brath area of Sopore. Details awaited: Jammu & Kashmir Police
કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યું કે હાલમાં 3 પોલીસકર્મી, 2 કોર્પોરેટર્સ અને 2 નાગરિકોની હત્યામાં શામેલ લશ્કર-એ-તૈયબાના ટોપ આતંકવાદી મુદાસુર પંડિત સોપોર અથડામણમાં માર્યો ગયો છે. આ અથડામણમાં લશ્કર એ તોયબાના કુલ 3 આતંકવાદી માર્યા ગયા છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન જારી છે.
વિસ્તારમાં સર્ચ ઓપરેશન જારી છે
પોલીસની જણાવ્યાનુંસાર ઉત્તર કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં ગુંડ બ્રથ વિસ્તારમાં રવિવારે મોડી રાતે આતંકવાદીઓની સાથે સુરક્ષાદળોનું એન્કાઉન્ટ થયુ હતુ. આતંકવાદીઓ અંગે સૂચના મળતા જ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો જે બાદ આતંકવાદીઓએ ગોળીબારી શરુ કરી દીધી. જેમાં સુરક્ષાદળોએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. મોડી રાત સુધી ચાલેલી અથડામણમાં લશ્કરના 3 આતંકવાદીઓ માર્યા ગયા.