Team VTV06:13 PM, 23 Dec 19
| Updated: 04:02 PM, 28 Dec 19
2019ની વિદાયને હવે ગણતરીના દિવસો રહ્યા છે. આ વર્ષે પણ સોશિયલ મીડિયા ઉપર કેટલાક વીડિયોઝે ધૂમ મચાવી દીધી છે. આ વાયરલ વીડિઓઝને કરોડો લોકોએ જોયા અને શેર કર્યા. તો આવો જોઈએ 2019ના સૌથી વાઇરલ વીડિઓઝ જેણે આપણને હસાવ્યા, અચંભિત કરી દીધા અને આખરે આપણે બોલી ઉઠ્યા "વાહ"!!!
રાનુ મંડલની ગાયકી
ગરીબીમાં જીવતા એક સામાન્ય મહિલા રાનુ મંડલનો લતા મંગેશકરનો "એક પ્યાર કે નગમા હૈ" ગીત ગાતો વીડિયો વાઇરલ થઇ ગયો. સૌ કોઈ રાનુના અવાજ ઉપર આફ્રિન થઇ ગયા અને રાનુ રાતોરાત પ્રખ્યાત થઇ ગયા. ત્યાર પછી મ્યુઝિક ડાયરેક્ટર હિમેશ રેશમિયાએ તેમનો સંપર્ક કરીને તેમની પાસે 2 ગીત પણ ગવડાવ્યા જે બૉલીવુડ મુવીમાં પ્રકાશિત થયા.
ભારતે વર્લ્ડકપમાં પાકિસ્તાનને ફરી એક વાર ધૂળ ચટાડી ત્યાં બાદ એવી હકીકતો સામે આવી કે ટીમનો કેપ્ટન અને સભ્યો મોડી રાત સુધી પિઝા બર્ગરની લિજ્જત માણી રહ્યા હતા. આ મુદ્દે ખેલાડીઓને રમતની ગંભીરતા નથી એ બાબતને લઇને એક પાકિસ્તાની ચાહક રડમસ થઈ ગયો હતો.
ચંદીગઢની 5 સ્ટાર હોટલ JW મેરિયટમાં રોકાયેલા બૉલીવુડના એક્ટર રાહુલ બોઝે જયારે કસરત બાદ કેળા મંગાવ્યા ત્યારે હોટલના કિચનમાંથી 2 કેળાનું તોતિંગ 442 રૂપિયાનું બિલ બન્યું. બોઝે આ વીડિઓ ટ્વીટર ઉપર મૂકીને વાઇરલ કર્યો ત્યાર બાદ 5 સ્ટાર હોટલોમાં ચાલતી આવી ખુલ્લી લૂંટ દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની.
અક્ષય કુમારની બોટલ કેપ ચેલેન્જનો વીડિઓ
અક્ષય કુમારે એક કિક મારીને પગથી બોટલનું ઢાંકણું ખોલતો હોવાનો વીડિઓ વાઇરલ કર્યો. આ વીડિઓ અક્ષયની ફિટનેસ અને ચોકસાઈનો પરિચય આપે છે. ત્યાર બાદ બૉલીવુડના અલગ અલગ સેલિબ્રિટીમાં આ ચેલેન્જ ફેલાઈ હતી.
બેંગ્લોરની તૂટેલી સડકો ઉપર ચાલી રહેલો "અવકાશયાત્રી"
બેંગ્લોરમાં તૂટેલી સડકોની હાલત એટલી ખસ્તા થઇ ગઈ હતી કે તે ચંદ્રની સપાટીના ખાડા જેવી લગતી હતી. એક કલાકારે પોતે અવકાશયાત્રીના કપડાં પહેરીને તેની ઉપર વોકિંગ કરીને બેંગ્લોરની સડકોને ચંદ્રની ખરબચડી સપાટી સાથે સરખાવીને બેંગ્લોર મહાનગર પાલિકા ઉપર કટાક્ષ કર્યો હતો.