કમાણી /
વિશ્વના ટોચના ખેલાડીઓની આવક જાણીને આંખો ફાટી જશે; એક પણ ક્રિકેટરને સ્થાન નથી
Team VTV06:24 PM, 04 Jan 20
| Updated: 06:34 PM, 04 Jan 20
દુનિયાના બે ધુરંધર ફૂટબોલર લિયોનલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મેદાન પર તો કટ્ટર હરીફ છે જ, બહારની દુનિયામાં પણ આ બંનેમાં એકબીજાથી આગળ નીકળવાની રેસ લાગતી જ રહે છે. પછી ભલે તે ફિફાના સર્વશ્રેષ્ઠ પુરસ્કારની રેસ હોય કે સૌથી વધુ કમાણીની વાત હોય.
૫૩૨૯ કરોડની કમાણી સાથે બોક્સર મેવેદર પ્રથમ સ્થાને
૪૩૭૬ કરોડની કમાણી સાથે રોનાલ્ડો બીજા સ્થાને
૪૧૩૭ કરોડની કમાણી સાથે NBA સ્ટાર લેબ્રોન જેમ્સ ત્રીજા સ્થાને
૪૧૩૦ કરોડની કમાણી સાથે મેસી ચોથા સ્થાને
છેલ્લા એક દાયકા (૨૦૧૦થી ૨૦૧૯)માં સૌથી કમાણીના મામલામાં પણ આ બંને વચ્ચે જોરદાર રેસ લાગી, જેમાં રોનાલ્ડો આગળ નીકળી ગયો. જોકે બંનેએ મળીને દુનિયાભરના શ્રેષ્ઠ ખેલાડીઓને પાછળ છોડી દીધા. આ બંનેએ પોતાની સેલેરી ઉપરાંત પ્રચાર અને જાહેરાત દ્વારા લગભગ ૮૫૦૬ કરોડ રૂપિયા (એક બિલિયન યુરો)ની કમાણી કરી.
ખેલાડી
રમત
રૂ. કરોડ
ફ્લોઇડ મેવેદર
બોક્સર
5329
રોનાલ્ડો
ફૂટબોલ
4376
લેબ્રોન જેમ્સ
બાસ્કેટબોલ
4137
લિયોનેલ મેસી
ફૂટબોલ
4130
રોજર ફેડરર
ટેનિસ
3901
ટાઇગર વૂડ્સ
ગોલ્ફ
3774
ફિલ મિકેલ્સન
ગોલ્ફ
2921
નેમાર
ફૂટબોલ
2441
મેની પેક્વાયો
બોક્સર
2382
લૂઇસ હેમિલ્ટન
કાર રેસર
2338
છેલ્લાં દસ વર્ષમાં સૌથી વધુ કમાણીમાં બોક્સર ફ્લોઇડ મેવેદર ૫૩૨૯ કરોડ (૬૬૭ મિલિયન યુરો) સાથે ટોચના સ્થાને રહ્યો. રોનાલ્ડો ૪૩૭૬ (૫૪૭.૮ મિલિયન યુરો) સાથે બીજા સ્થાને, એનબીએ સ્ટાર લેબ્રોન જેમ્સ ૪૧૩૭ કરોડ રૂપિયા (૫૧૭.૮ મિલિયન યુરો) સાથે ત્રીજા અને ૪૧૩૦ કરોડ રૂપિયા (૫૧૭ મિલિયન યુરો) સાથે મેસી ચોથા સ્થાને રહ્યો.
બોક્સર ફ્લોઈડ મેવેદર
ત્યાર બાદ ટેનિસ સ્ટાર રોજર ફેડરર, ઈજા બાદ શાનદાર વાપસી કરનારો ગોલ્ફર ટાઇગર વૂડ્સ, ગોલ્ફર ફિલ મિકેલ્સન, ફૂટબોલર નેમાર, બોક્સર મેની પેક્વાયો અને ફોર્મ્યુલા-વન રેસર લૂઇસ હેમિલ્ટનનો નંબર આવે છે. ટોચના દસમાં એક પણ મહિલા ખેલાડીનું નામ સામેલ નથી. બધા પુરુષ ખેલાડી છે, જેમાં ત્રણ ફૂટબોલરનો સમાવેશ થાય છે.