બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:10 AM, 24 July 2024
Most Powerful Passport : આપણે હાલ કોઈ પણ વિદેશ યાત્રા કરવી હોય તો પાસપોર્ટની જરૂર પડે. શું તમને જાણો છે કે, અગાઉ એક સમય એવો હતો કે, જ્યારે અમેરિકા અને બ્રિટનના પાસપોર્ટને વિશ્વમાં સૌથી શક્તિશાળી માનવામાં આવતું હતું પરંતુ હવે તે યુગ સમાપ્ત થઈ ગયો છે. હવે એશિયાઈ દેશ વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં ટોચ પર છે. આ વિશ્વભરના પાસપોર્ટની નવીનતમ રેન્કિંગ દર્શાવે છે. હેનરી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024 અનુસાર, એશિયન દેશોએ વિશ્વના શક્તિશાળી પાસપોર્ટ દેશોમાં મજબૂત હાજરી બનાવી છે. આ તરફ ભારતનો પાસપોર્ટ પણ મજબૂતીથી મજબૂત થઈ રહ્યો છે અને નવીનતમ રેન્કિંગમાં પણ ઉછળ્યો છે. ભારતનો પાડોશી ગરીબ દેશ પાકિસ્તાન આ વખતે 100 દેશોમાં સ્થાન મેળવવામાં સફળ થયું છે. જોકે ગયા વર્ષની સરખામણીમાં તે થોડી વધુ મજબૂત બન્યું છે.
ADVERTISEMENT
ભારતનો પાસપોર્ટ રેન્કિંગમાં કૂદકો
ADVERTISEMENT
લંડન સ્થિત હેનલી એન્ડ પાર્ટનર્સ પાસપોર્ટ ઈન્ડેક્સ વિશ્વના પાસપોર્ટને કેટલા દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ મેળવે છે તેના આધારે રેન્ક આપે છે. દરેક વિઝા ફ્રી એન્ટ્રી માટે પાસપોર્ટને એક પોઈન્ટ આપવામાં આવે છે જેના આધારે વૈશ્વિક રેન્કિંગ તૈયાર કરવામાં આવે છે. વર્ષ 2024માં ભારતના પાસપોર્ટે 2 પોઈન્ટના ઉછાળા સાથે 82મું સ્થાન હાંસલ કર્યું છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર ભારતીય પાસપોર્ટ 58 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ પ્રદાન કરે છે. વર્ષ 2023માં ભારતનું વૈશ્વિક રેન્કિંગ 84મા સ્થાને હતું.
આવો જાણીએ પાકિસ્તાનનો પાસપોર્ટ કયા નંબરે ?
આપણાં પાડોશી દેશ પાકિસ્તાને વર્ષ 2024 માટે વૈશ્વિક રેન્કિંગમાં 100મું સ્થાન મેળવ્યું છે. માત્ર 33 દેશો પાકિસ્તાની પાસપોર્ટ પર વિઝા ફ્રી એન્ટ્રીની મંજૂરી આપે છે. જોકે વર્ષ 2023ની સરખામણીમાં તેના પાસપોર્ટમાં 6 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. વર્ષ 2023માં પાકિસ્તાનનો પાસપોર્ટ વિશ્વમાં 106મા ક્રમે હતો. 2023માં ફક્ત 32 દેશો પાકિસ્તાની પાસપોર્ટ પર વિઝા વિના પ્રવેશની મંજૂરી આપશે.
તો પછી સૌથી શક્તિશાળી પાસપોર્ટ કયા દેશનો ?
સિંગાપોરે આ વર્ષે પણ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનો તાજ જાળવી રાખ્યો છે. 2024 ઇન્ડેક્સ અનુસાર સિંગાપોર પાસપોર્ટ તેના ધારકોને 195 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ આપે છે જે તેને વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બનાવે છે. સંયુક્ત બીજા સ્થાને ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને સ્પેનના પાસપોર્ટ છે જે 192 દેશો અને પ્રદેશોને પ્રવેશની સુવિધા આપે છે. આવો જાણીએ ટોચના 10 સૌથી શક્તિશાળી પાસપોર્ટ વિશે.
વધુ વાંચો : શું ડોનાલ્ડ ટ્રમ્પ પર કમલા હેરિસ ભારે પડશે? હોઇ શકે છે આ કારણો જવાબદાર
(કૌંસમાંની સંખ્યા દર્શાવે છે કે કેટલા દેશો અને પ્રદેશો આ દેશોના પાસપોર્ટ પર વિઝા-મુક્ત પ્રવેશ આપે છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.