બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / દાંતનું દર્દ હોય કે પછી પીળાશ કે પેઢાની સમસ્યા! બસ નાનકડું કામ કરશે દરેક પરેશાનીનું કામ તમામ

ઘરગથ્થુ ઉપાય / દાંતનું દર્દ હોય કે પછી પીળાશ કે પેઢાની સમસ્યા! બસ નાનકડું કામ કરશે દરેક પરેશાનીનું કામ તમામ

Last Updated: 08:11 PM, 11 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો દાંતનો દુખાવો 1 કે 2 દિવસથી વધુ રહે તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. નહિંતર, તમે અહીં જણાવેલ ઘરગથ્થું ઉપાયોથી પણ રાહત મેળવી શકો છો.

આજકાલ ખાવાપીવામાં ધ્યાન રાખતા નથી. જેના પગલે સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે. તો સાથે સાથે દાંતની સમસ્યા પણ થાય છે. દાંતનો દુખાવો સૂચવે છે કે તમને તમારા દાંત અથવા પેઢામાં સમસ્યા છે. જો તમને દાંતમાં દુખાવો થતો હોય તો એ જાણવું જરૂરી છે કે તમારી સમસ્યાનું મૂળ શું છે, તો જ તમે નક્કી કરી શકશો કે કેવી રીતે રાહત મળશે. જો દાંતનો દુખાવો 1 અથવા 2 દિવસથી વધુ ચાલે છે, તો તમારે ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે. નહિંતર તમે અહીં જણાવેલ ઉપાયોથી પણ રાહત મેળવી શકો છો.

teeth.jpg

દાંતના દુઃખાવાથી રાહત મેળવવાના ઘરગથ્થું ઉપાય

ફટકડી કામ કરશે

જો તમારા દાંતમાં દુંખાવો હોય કે દાંતમાં પીળાશ પડતી હોય તો તમારે 1 ચપટી ફટકડી, 2 ચપટી રોક મીઠું અને 2 લવિંગ લઈને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો. જ્યારે તે બરાબર ઉકળે, તેને ગાળીને ગાર્ગલ કરો. તેનાથી તમે દુખાવો અને પાયોરિયાની સમસ્યામાં રાહત મેળવી શકો છો.

laving_5

લવિંગથી રાહત મળશે

2- જો તમે ફક્ત લવિંગનું તેલ અથવા આખું લવિંગ ખાઓ છો, તો તેનાથી પણ દાંતના દુખાવામાં ઘણી રાહત મળશે. લવિંગને એક પ્રકારનું કુદરતી માઉથ ફ્રેશનર માનવામાં આવે છે. તે મોઢામાંથી આવતી દુર્ગંધને પણ દૂર કરે છે.

વધુ વાંચો : ફાંદથી છો પરેશાન! બહાર નીકળેલું પેટ આ 3 વસ્તુથી થઈ જશે અંદર, ટિપ્સમાં વજન

અકરકરાના ફૂલથી દુઃખાવામાં રાહત થશે

આ સિવાય અકરકરાના ફૂલથી પણ તમે દાંતના દુખાવામાં રાહત મેળવી શકો છો. જે દાંતમાં દુખાવો થતો હોય તેના પર તેને એક મિનિટ રાખો. આ ફૂલ રાખવાથી એક જ મિનિટમાં તમને રાહત થશે. આ દવા ગળાના દુખાવામાં પણ અસરકારક છે.

સંકળાયેલા મુદ્દાઓ

cavities yellowness Toothache
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ