બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું તમે પણ સતત રીલ જોયા કરો છો? તો આ બીમારીઓ ઘર કરી જશે

અસર / શું તમે પણ સતત રીલ જોયા કરો છો? તો આ બીમારીઓ ઘર કરી જશે

Last Updated: 07:30 PM, 13 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર વીડિયો કે રીલ જોવી એ મનોરંજન પૂરતી હોય છે, તેવું જો તમને લાગતું હોય તો સાવચેત રહેજો. જાણો વધુ રીલ કે વિડિયો જોવાથી શું અસર થઈ શકે છે.

રીલ કે વિડિયો વધુ પ્રમાણમાં જોવું એટલે હાઇ બ્લડ પ્રેશરને આમંત્રણ આપવું. તાજેતરના એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, રીલ્સ જોવા અથવા સ્ક્રીન સમય વધારવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. જો યુવાનો સૂવાના સમયે સ્ક્રીન પર વધુ સમય વિતાવતા હોય તો હાઇપર ટેન્શન અને હાઇ બ્લડ પ્રેશર જેવી સમસ્યા થવાનું જોખમ વધી જાય છે.

રીલ્સને સતત જોવાથી શરીર અને મગજ એક્ટિવ રહે છે, જેના થકી આપણને આરામ મળતો નથી. આવી સ્થિતિમાં તણાવનું સ્તર વધી જાય છે, જે હાઈ બીપીનું કારણ બની શકે છે. સ્ક્રીન પર વધુ સમય વિતાવવાથી ઊંઘ પણ બગડે છે. બીજું કે આ આદતથી હૃદય અને મગજ બંને પર ખરાબ અસર થાય છે.

વધુ વાંચો: વધારે ટેન્શન લેનારા લોકો ચેતજો! માનસિક તણાવ બની શકે ડાયાબિટીસનું કારણ

તાજેતરમાં, BMC જર્નલે ચીનમાં 4,318 યુવાન અને મધ્યમ વયના લોકો પર એક અભ્યાસ હાથ ધર્યો હતો. એમાં જાણવા મળ્યું હતું કે, જે લોકો રીલ્સ જોવામાં વધુ સમય વિતાવે છે તો તેઓમાં હાઈ બીપી અને હાઈપર ટેન્શન જેવી સમસ્યાનું પ્રમાણ વધી જાય છે. ડોકટરનું માનવું છે કે, સ્ક્રીન પર સમય પસાર કરવાને બદલે મિત્રો સાથે અથવા કોઈ બીજા વ્યક્તિઓ સાથે વાત કરવી એ આપણા સ્વાસ્થ્ય માટે ઘણું સારું સાબિત થઈ શકે છે. હાઈપરટેન્શનથી બચવા માટે, હેબેઈ મેડિકલ યુનિવર્સિટીના સંશોધકોએ ભલામણ કરી છે કે સ્વસ્થ જીવનશૈલી જીવવા ઉપરાંત, લોકોએ સૂવાના સમયે વીડિયો જોવામાં નિયંત્રિત રાખવું જોઈએ.

રિસર્ચર્સનું માનવું છે કે, રીલ્સ જોવાને બદલે પુસ્તક વાંચો, કસરત કરો અથવા મિત્રોને મળો. સૂતા પહેલા તમારા ફોનનો ઉપયોગ કરવાનું બંધ કરો આનાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે અને સમયની પણ બચત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

blood pressure problem Addiction Social Media
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ