બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / તમે જીભથી પણ કરી શકો બીમારીની ઓળખ, જો આ લક્ષણો દેખાય તો ડોક્ટર પાસે દોડજો
Last Updated: 09:32 AM, 19 September 2024
બીમારી થવા પર જ્યારે તમે ડોક્ટરને બતાવવા જાવ છો તો તે સૌથી પહેલા તમારી જીભ જુએ છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ડોક્ટર જીભ કેમ જોવે છે? હકીકતે જીભ શરીરની અંદર થઈ રહેલી ઘણી બીમારીઓ વિશે પહેલા જ જણાવી દે છે. તમે પોતે પણ જીભમાં થતા ફેરફાર જોઈને જાણકારી મેળવી શકો છો કે તમને કોઈ બીમારી તો નથી થવાનીને. જાણો જીભ પર જોવા મળતા સંકેતો વિશે.
ADVERTISEMENT
સફેદ ચાંદા
ADVERTISEMENT
જીભ પર સફેદ ચાંદા થવા જણાવે છે કે પેટમાં ગડબડ છે. પાચનમાં મુશ્કેલી હોય તો ઘણી વખત જીભ પર લાલ કે સફેદ ચાંદા પડી જાય છે. તેની સારવાર તરત કરાવવી જોઈએ. તેને ક્યારેય પણ ઈગ્નોર ન કરવું જોઈએ.
ADVERTISEMENT
જીભ પર પીળા રંગનું કોટિંગ
જો જીભ પર સફેદ રંગની હલ્કી કોટિંગ છે તો તેનો મતલબ છે કે તમે હેલ્ધી છો પરંતુ જો આજ કોટિંગ પીળા રંગની છે તો સાવધાન થઈ જાઓ. કારણ કે પીળા રંગની હલ્કી કે જાડી કોટિંગ યીસ્ટ ઈન્ફેક્શનની તરફ ઈશારો કરે છે.
ADVERTISEMENT
વધારે સોફ્ટ જીભ
ADVERTISEMENT
જો જીભનો રંગ ડાર્ક છે અથવા તો તે ખૂબ જ મુલાયમ થઈ રહી છે તો તેનો મતલબ છે કે વિટામિન બી12 અને આયર્નની કમી છે. તેના માટે ડોક્ટરની પાસે જઈને તપાસ કરાવવી જોઈએ.
ADVERTISEMENT
ડાર્ક લીલા રંગની જીભ
જીભનો ડાર્ક લીલો રંગ ઈન્ફેક્શનના લક્ષણ દર્શાવે છે. ઘણી વખત કાવાસાકી બીમારી કે લાલ તાવના કારણે આમ થઈ શકે છે. જો આ હલ્કી સફેદ જોવા મળે તો એનીમિયાના સંકેત હોઈ શકે છે.
લાલ જીભ પર સફેદ સ્પોર્ટ
તમાકુ, સોપારી ખાવા લોકોની જીભ પર સફેદ સ્પોટ પડી જાય છે. ઘણી વખત વધારે તળેલુ ખાવાથી એસિડનું પ્રમાણ વધી જાય છે અને આમ થાય છે. જો એક બે અઠવાડિયા બાદ પણ આ દૂર ન થાય તો તરત ડોક્ટરને જઈને મળો.
જીભ ચિકણી થવી
જીભ પર ઉપરનો ભાગ હલ્કો ખરબચડો હોય છે. જો આ અચાનક ચિકણી થઈ જાય તો વિટામિનની કમીના લક્ષણ હોઈ શકે છે. શરીરમાં પોષક તત્વોની કમીના કારણે પણ આમ થઈ શકે છે.
વધુ વાંચો: શુક્રના તુલા રાશિમાં પ્રવેશથી સર્જાશે માલવ્ય રાજયોગ, ધન સહિત ત્રણ રાશિના 'અચ્છે દિન' શરૂ
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.