રાજસ્થાન ચૂંટણીને લઇને આવતીકાલે ઉંઝા ગંજબજાર રહેશે બંધ, મજૂરવર્ગ વતનમાં જઇ કરશે મતદાન

By : hiren joshi 06:30 PM, 06 December 2018 | Updated : 06:30 PM, 06 December 2018
મહેસાણા: ઉંઝા ખાતે આવતીકાલે ગંજબજાર બંધ રહેશે. રાજસ્થાનની ચૂંટણીમાં મતદાનના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજસ્થાની મજૂરવર્ગ વતનમાં જઈને મતદાન કરી શકશે. ગંજબજારમાં મોટી સંખ્યામાં રાજસ્થાની મજૂર રોકાયેલા છે.

મહત્વનું છે કે, 7 ડિસેમ્બરના રોજ રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઇને રાજસ્થાની મજૂરવર્ગોને પોતાના વતનમાં યોજાનારી ચૂંટણીમાં મતદાન કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, ઉંઝા ગંજબજારમાં મોટી સંખ્યા રાજસ્થાની મજૂરો રોકાયેલા છે. જેઓ રાજસ્થાન જઇ મતદાન કરશે. જેથી આવતીકાલે ઉંઝા ગંજબજારને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.Recent Story

Popular Story