આવતી કાલે નવું વર્ષ: દરેક એકબીજાને 'સાલ મુબારક' કહી પાઠવશે શુભકામના 

By : vishal 09:29 PM, 07 November 2018 | Updated : 09:29 PM, 07 November 2018
ભારતીય સંસ્કૃતિનો સૌથી મોટો પર્વ એટલે દિવાળી. દિવસો અગાઉ દિવાળી-નૂતનવર્ષ ઉજવવા લોકો તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે જે ઘડીની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી દિવાળી અને આવતી કાલે બેસતુ વર્ષ દરેક લોકોની જિંદગીમાં એક નવી આશાનું કિરણ લઈને આવશે.

આજે વેપારીઓ ચોપડાપૂજન, ઘરના આંગણામાં દિવડા, રંગોળી અને નાના-મોટા સૌ કોઈ ફટાકડા ફોડી પર્વ મનાવ્યું અને ફરસાણ-મીઠાઈ આરોગી મન પ્રફુલ્લિત કર્યુ. કાલે બેસતા વર્ષે દરેક એકબીજાને સાલ મુબારક કહી નવા વર્ષની શુભકામના પાઠવશે. 

તેમજ ભાઈબીજે બહેનના ઘરે ભાઈ જમવા જશે. આજનો દિપોત્સવી પર્વ લોકો માટે આનંદ-ઉલ્લાસ લઈને આવ્યો છે. બ્રહ્મપુરાણના ઉલ્લેખ પ્રમાણે દિવાળીના રાત્રીએ લક્ષ્મીજી વિચરણ કરે છે. આથી પોતાનું ઘર સ્વચ્છ રાખવું અને માતાજીના દિવા પ્રગટાવાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને ઘરમાં સ્થિર બની નિવાસ કરે છે. 

રામચંદ્ર ભગવાન રાવણનો સંહાર કરી અને લંકા પર વિજય મેળવી અયોઘ્યા પરત ફર્યા તે સમયે તેમના સ્વાગતરૂપે દીપમાલાઓ પ્રગટાવી અને ઉત્સવ ઉજવ્યો. આ તહેવાર એટલે દીપાવલી. સમુદ્રમંથનથી ભગવતી લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયો તેના આનંદમાં દીપોત્સવી માનવામાં આવે છે. ઉજજૈનના સમ્રાટ વિક્રમાદિત્યના શાસન પર્વની સ્થાપનાના દિવસને ઉજજૈન વાસીઓએ દિવા પ્રગટાવી ઉજવેલ આથી તેને દિવાળી કહેવાય છે.Recent Story

Popular Story