ભાવવધારો / પેટ્રોલ-ડિઝલ અને રાંધણ ગેસના ભાવ વધારા બાદ, હવે આ શાકમાં થયો 3 ગણો ભાવનો વધારો

tomato price reached 70 rupees per kilo in metro cities

કોરોના સંકટની વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની સાથે ગેસના ભાવોએ પણ ગૃહિણીઓને મોટો ફટકાર આપ્યો હતો. હવે આ પછી ટામેટાની કિંમતોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જૂન મહિનાની શરૂઆતમાં ટામેટા 20 રૂપિયે કિલો વેચાઈ રહ્યા હતા અને અત્યારે મોટાભાગના શહેરોમાં ટામેટાનો ભાવ 60-70 રૂપિયે કિલો જોવા મળી રહ્યો છે. એટલે કે છેલ્લા 1 મહિનામાં ટામેટાના ભાવમાં ત્રણગણો વધારો થયો છે. સતત વધતા ભાવોના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાતા મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ