Told Assam Citizens List Internal Issue, Keeping Eyes Open: Bangladesh
નિવેદન /
NRC પર બાંગ્લાદેશે કહ્યું, અમે આંખો ખુલ્લી રાખી છે
Team VTV04:44 PM, 06 Oct 19
| Updated: 04:57 PM, 06 Oct 19
બાંગ્લાદેશનાં વિદેશ સચિવ શહિદુલ હકે જણાવ્યું, પ્રધાનમંત્રી શેખ હસીનાએ ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. હકે સમ્મેલન દરમિયાન કહ્યું હતું કે અમને કહેવામાં આવ્યું છે કે આ ભારતનો આંતરિક મુદ્દો છે, પણ અમે અમારી આંખો ખુલ્લી રાખી છે.
હકે આસામ પર આંખો ખુલ્લી રાખવાની વાત કહી
હસીનાએ પીએમ મોદી સાથે એનઆરસીનો મુદ્દો ઉઠાવ્યો હતો
બાંગ્લાદેશે અમિતશાહની પ્રક્રિયા પર પતિક્રિયા આપવાથી ઇન્કાર કર્યો હતો
બાંગ્લાદેશે શનિવારે કહ્યું કે આમ તો ભારતનું કહેવું છે કે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્રેશન દેશની આંતરિક બાબત છે. પરંતું આસામ સાથે સંકળાયેલા ઘટનાક્રમ પર અમે નજર રાખી રહ્યા છીએ. બાંગ્લાદેશનાં વિદેશ સચિવ શહિદુલ હકે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શેખ હસીનાએ ભારતનાં પીએમ નરેન્દ્ર મોદી સાથેની દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓ એનઆરસીની સંપુર્ણ પ્રક્રિયા સમજ્યાં હતાં.
બીબીઆઇએન મોટર વાહન સમજુતીના સારા સંકેત
ઘણા લાંબા સમયથી બીબીઆઇએન મોટર વાહન સમજુતી પર હકે સંકેત આપ્યાં છે કે, જો ભુટાન આનો હિસ્સો નહીં બને તો ભારત, નેપાળ અને બાંગ્લાદેશ આનાં પર હસ્તાક્ષર કરશે. બાંગ્લાદેશ, ભુટાન, ભારત અને નેપાળી(બીબીઆઇએન) મોટર વાહન સમજુતીનું લક્ષ્ય ચાર દેશોની વચ્ચે પરિવહનને સારું બનાવવાનું છે.
હકે અમિતશાહના નિવેદન સંબંધે વાત કરવાનું ટાળ્યું
આસામમાં રહેતા ગેરકાયદેસરનાં બાંગ્લાદેશીઓને પાછા મોકલવાનાં અમિત શાહનાં નિવેદન સંબંધે એક સવાલ પર વિદેશ સચિવ હકે કહ્યું કે આ સ્તરે અત્યારે આપણે રાઇનો પહાડ નહીં બનાવવો જોઇએ. હાલ આપણે રાહ જોવી જોઇએ.
બાંગ્લાદેશને એનઆરસી પ્રક્રિયા સમજાવી
સરકારી સૂત્રોના જણાવ્યાંનુંસાર ભારતે પોતાના પક્ષેથી હસીનાને એનઆરસીનું પ્રકાશન અદાલતની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે અને અત્યારે તેનું છેલ્લું ચરણ સામે આવવાનું બાકી છે એમ જણાવ્યું હતું. જ્યારે હકે કહ્યું હતું કે બાંગ્લાદેશ અત્યારે આ બાબતે બિલકુલ ચિંતાતુર નથી.