બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ધર્મ / Daily Horoscope / Today will be a bright day for the people of this zodiac sign, economic and family matters will be solved.

ધર્મ / આજે આ રાશિના જાતકોનો દિવસ રહેશે ચકાચક, આર્થિક અને પારિવારિક કામોનો આવશે ઉકેલ જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 08:07 AM, 9 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
09 03 2023 ગુરુવાર
માસ ફાગણ
પક્ષ કૃષ્ણ
તિથિ બીજ
નક્ષત્ર હસ્ત
યોગ ગંડ
કરણ તૈતિલ સવારે 8.20 પછી ગર
રાશિ કન્યા (પ.ઠ.ણ.)

મેષ (અ.લ.ઈ.) 
દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે તેમજ અગત્યના કામકાજમાં સાવધાની રાખવી. કારણ વગરની ચિંતાઓથી દૂર રહો અને આવક-જાવક સમાંતર રહેશે.

વૃષભ (બ.વ.ઉ.) 
સામાજિક કાર્યોમાં લાભ થશે તેમજ પારિવારિક પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે. સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો અને વ્યવસાયમાં સારો લાભ થશે.

મિથુન (ક.છ.ઘ.) 
પારિવારિક જીવન સુખમય બનશે અને ધંધાને લગતા કામમાં લાભ થશે તેમજ વડીલો તરફથી આશીર્વાદ મળશે અને ધંધામાં નવી તકો મળશે.

કર્ક (ડ.હ.) 
આર્થિક બાબતોમાં લાભ થશે તેમજ માનસિક ઉદ્વેગ અનુભવશો. સમજદારીથી કરેલા કામથી લાભ જણાશે અને નાના-મોટા રોકાણમાં લાભ થશે.

સિંહ (મ.ટ.) 
સાધારણ કામનું બંધન રહેશે તેમજ આર્થિક બાબતમાં થોડી તકલીફ થશે. અકારણ ચિંતા નુકસાન કરાવશે અને પરિવારમાં સામાન્ય ખટરાગ જણાશે.

કન્યા (પ.ઠ.ણ.) 
પરિવારનો સંપૂર્ણ સ્નેહ મેળવશો અને ખર્ચના પ્રમાણમાં સાધારણ વધારો જણાશે તેમજ નવા રોકાણમાં લાભ જણાશે અને દામ્પત્ય જીવનમાં મતભેદ જણાશે. 

તુલા (ર.ત.) 
આવકની નવી તકો પ્રાપ્ત થશે તેમજ શાસન સત્તાનો સહયોગ મળશે અને માનસિક ચંચળતા ઉપર કાબૂ રાખવો, ભાગીદારીવાળા કામમાં સાચવવું.

વૃશ્ચિક (ન.ય.) 
આર્થિક બાબતોમાં સારો લાભ થશે અને વાણી દ્વારા સંયમ રાખી કામ કરવું. તેમજ અકારણ ખર્ચાઓમાં સાવધાની રાખવી તેમજ આપના કામમાં યશ મળશે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
વ્યક્તિગત કામકાજમાં પ્રગતિ થશે તેમજ મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે અને પરિવારનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળશે તેમજ વ્યવસાયિક બાબતોમાં લાભ થશે.

મકર (ખ.જ.) 
આર્થિક બાબતોમાં અનુકૂળતા જણાશે અને કામના સ્થળે આનંદ મળશે તેમજ ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે અને જીવનસાથી-પ્રિયજનનો ઉત્તમ સ્નેહ મળશે.

કુંભ (ગ.શ.સ.ષ.) 
સકારાત્મક વિચારો લાભ કરાવશે સાથો સાથ પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાશે તેમજ તબિયતની બાબતમાં સાચવીને કામ કરવું અને પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે.

મીન (દ.ચ.ઝ.થ.) 
આર્થિક ક્ષેત્રમાં અનુકૂળતા જણાશે તેમજ પરિવારનો સારો સહયોગ મળશે. વ્યવસાયમાં સામાન્ય ચિંતા રહેશે અને વિરોધીઓથી સાવધાની રાખવી

શુભાંક- આજનો શુભ અંક છે 9
શુભ રંગ- આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય- આજે શુભ સમય બપોરે 12.01 થી 2.12 સુધી રહેશે
રાહુ કાળ- આજે રાહુકાળ રહેશે બપોરે 1.30 થી 3.00 સુધી
શુભ દિશા: આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા: આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત: તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)

શું કરવું?: સરસ્વતીસ્તોત્રના ત્રેવીસ પાઠ કરો
શું ના કરવું?: માથામાં શેમ્પુનો ઉપયોગ ના કરો
આજનો મંત્ર: રીં બૃહસ્પતિ દેવતાભ્યૌ નમ:
આજનું દાન: ચણા, ધાણી અને ખજૂરનું દાન કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ