Today these people will have Mars 'work', see what the horoscope says, which auspicious 'number' will fill 'color' in life.
નસીબની રેખા /
આજે આ લોકોના થશે મંગળ'કામ', જુઓ શું કહે છે રાશિ ભવિષ્ય, કયો શુભ 'અંક' જીવનમાં ભરશે 'રંગ'
Team VTV07:00 AM, 24 Jan 23
| Updated: 08:07 AM, 24 Jan 23
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.
આજનું પંચાંગ
24 01 2023 મંગળવાર
માસ મહા
પક્ષ શુક્લ
તિથિ ત્રીજ બપોરે 3.21 ચોથ
નક્ષત્ર શતતારા
યોગ વરિયાન
કરણ ગર
રાશિ કુંભ (ગ.સ.શ.ષ.)
---------------------- મેષ (અ.લ.ઈ)
આ રાશિના જાતકોની કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે. તેમજ નોકરી-ધંધામાં સારી તકો મળવાની સંભાવના છે. ત્યારે આ રાશિના જાતકોએ કોઈપણ વ્યસનથી દૂર રહેવું. અને સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે.
વૃષભ-(બ.વ.ઉ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. કારણ કે મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે. તેમજ તેઓ બચત કરી નાણાંકીય વ્યય રોકશો. તેમજ કુટુંબમાં સામાન્ય સ્વાર્થનો ભાવ જણાશે. કોર્ટ કચેરીના કામમાં સાવધાની રાખવી પડશે. મિથુન (ક.છ.ઘ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ શારીરીક અને માનસિક થાક અનુભવશો. તેમજ આર્થિક પરિસ્થિતિ સમતોલ કરી શકશો અને નકારાત્મક વિચારોને મનથી દૂર રાખો. ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું.
કર્ક (ડ.હ)
આ રાશિના જાતકો માટે કાલનો દિવસ અસંતોષની લાગણી રહ્યા કરશે. તેમજ તેમનું આર્થિક પાસુ વધુ મજબૂત બનશે. ત્યારે સ્નેહી સ્વજનોની મુલાકાત પ્રસન્નતા આપશે. તેમજ ગૃહસ્થજીવનમાં સાનૂકુળતા જણાશે.
સિંહ (મ.ટ)
આ રાશિના લોકો માટે કાલનો દિવસ સારા અના સાચા ખર્ચમાં ધન વ્યય થશે. તેમજ વિદેશથી મોટા લાભની સંભાવના છે. અને ભાગીદારો સાથે મતભેદ જણાય તો ક્રોધ, ચંચળતા ઉપર સંયમ રાખવો. કન્યા (પ.ઠ.ણ)
કન્યા રાશિના જાતકો માટે આવક-જાવકનુ પ્રમાણ જળવાઈ રહેશે. તેમજ દાંપત્ય જીવનમાં શાંતિ જણાશે. આપના પ્રભાવ અને વર્ચસ્વમાં વધારો થશે.
તુલા (ર.ત)
આ રાશિના જાતકો માટે કાલનો દિવસ હરિફાઈવાળા કામમાં વિજય થશે. તેમજ કરેલી મહેનત ફળદાયી બનશે. અને સાસરાપક્ષ તરફથી લાભ થશે અને વ્યર્થ દોડાદોડીથી દૂર રહેવું.
વૃશ્ર્વિક (ન.ય)
વૃશ્કિ રાશિના જાતકો માટે કાલનો દિવસ પારિવારિક જીવન સુખમય રહેશે. તેમજ સંતાનોના પ્રશ્નમાં હળવાશ અનુભવશો. જ્યારે કામકામજમાં તમારે વૃદ્ધિ થશે અને આવકના નવા સાધનો પ્રાપ્ત થશે.
ધન (ભ.ધ.ફ.ઢ)
આ રાશિના જાતકો માટે કાલનો દિવસ ખૂબ જ સારો રહેવાની સંભાવના છે. રોજગારીની નવી તકો મળશે. તેમજ કામમાં આનંદની અનૂભુતિ થશે. ધાર્મિક કામમાં મન લાગશે અને મોસાળ પક્ષે લાભ મળશે.
મકર (ખ.જ)
આ રાશિના જાતકો માટે કાલનો દિવસ ધંધાકીય યોજનાઓને સફળ બનાવશે. તેમજ મોટા ભાઈથી સહયોગ મળશે. કારણ વગર વિવાદથી બચવું. તેમજ આર્થિક લાભ સામાન્ય જણાશે.
કુંભ (ગ.શ.ષ.સ)
આ રાશિના જાતકો માટે કાલનો દિવસ માનસિક સાધારણ પરેશાનીવાળો રહેશે. કામકાજમાં નિષ્ફળતાથી બચવું. તેમજ ધંધાકીય સફળતામાં અવરોધ જણાશે. જ્યારે આર્થિક બાબતે સામાન્ય પરેશાની રહેશે.
મીન (દ.ચ.ઝ.થ)
આ રાશિના જાતકો માટે કાલનો દિવસ વ્યક્તિગત ઓળખાણ લાભ કરાવશે. નાના-મોટા રોકાણ કરવામાં સમય શુભ છે. નોકરી-ધંધામાં ઉન્નતિ જણાશે. તેમજ તબિયત બાબતે અનુકૂળતા જણાશે.
----------------------------
શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.47 થી બપોરે 2.10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3.00 થી સાંજે 4.30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)