બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Today, the first day of business saw a big crash in the Indian stock market.

stock market / સપ્તાહની શરૂઆતમાં જ શેર બજાર ડગમગાયું, 360 અંકોના ઘટાડા સાથે માર્કેટ બંધ, જુઓ કયા શેરોનું શું થયું

Mahadev Dave

Last Updated: 04:03 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે કારોબારીના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો.  પરિણામે રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા ગયા હતા.

  • અમેરિકાના બેન્કિંગ સેક્ટર સંકટમાં હોવાથી ભારતીય શેરબજાર  પ્રતિકૂળ અસર 
  • પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં મોટો કડાકો 

અમેરિકા અને યુરોપમાં થયેલી બેન્કિંગ કટોકટીની સ્થિતિને પગલે ભારતીય શેરબજાર પર પણ પ્રતિકૂળ અસર પડી છે. જેને લઈને શેરબજારને માર સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે આજે કારોબારીના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. પરિણામે રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા હોવાનું  સામે આવ્યું છે. આજે 360 આંકના ઘટાડા સાથે બજાર બંધ થયું હતું.

શેર બજારમાં કમાણી કરવા ઇચ્છુક લોકો આ રીતે ખોલો ખાતુ, જાણી લો સરળ સ્ટેપ્સ |  People who want to make money in the stock market, open an account this  way, know the


સેન્સેક્સ 300 પોઇન્ટના કડાકા સાથે 57,689 આંક પર સ્થિર

આજે સપ્તાહની શરૂઆતમાં જ શેરબજાર ડગમગયું હતું અને પરિણામે સેન્સેક્સમાં 900 પોઇન્ટ તેમજ નિફ્ટીમાં 270 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે આ બાદ રિકવરી ફરી આવી હતી. આમ છતાં સેન્સેક્સ 300 પોઇન્ટના કડાકા સાથે 57,689 આંક પર સ્થિર થયો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફટી 100 પોઇન્ટના ઘટાડા સાથે 17001 પર બંધ થયો હતો.


સેન્સેક્સના 30 શેરમાંથી માત્ર 5 શેર જ લીલા નિશાન સાથે બંધ થયા

અઠવાડિયામાં બજારના પ્રારંભના પહેલા દિવસે સોમવારે બેન્કિંગ, આઇટી, મેટલ્સ, એનર્જી, ઓઇલ એન્ડ ગેસ તેમજ હેલ્થ સેન્ટરના શેરોમાં ઘટાડો દેખાયો હતો. બીજી તરફ એફએમસીજી અને મીડિયા સેક્ટરના શેરમાં તેજીના ચેતનવંતા પ્રાણ પુરાયા હતા. આ ઉપરાંત મીડકેપ અને સ્મોલ કેપ સૂચકઅંકો ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરમાંથી માત્ર 5 શેર જ લીલા નિશાન સાથે બંધ થયા હતા. તો 25 લાલ નિશાન પર બંધ થયા હતા એ જ રીતે નિફ્ટીના 50 શહેરોમાંથી 13 જ શેરમાં વધારો જોવા મળ્યો હતો અને 37 શેરોની કિંમતમા ઘટાડા સાથે બંધ થયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

business indian stock market કડાકો ભારતીય શેરબજાર Indian stock market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ