બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આજે PM Modi જાહેર કરશે કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો, આ રીતે લિસ્ટમાં ચેક કરો તમારું નામ

પીએમ કિસાન યોજના / આજે PM Modi જાહેર કરશે કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો, આ રીતે લિસ્ટમાં ચેક કરો તમારું નામ

Last Updated: 09:08 AM, 18 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે એક સારા સમાચાર છે. આજે એટલે કે 18 જૂને સરકાર PM કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જાહેર કરશે.

ખેડૂતો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી મંગળવારે પહેલીવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી જશે અને ત્યાંથી PM મોદી 9.26 કરોડ લાભાર્થી ખેડૂતોને સન્માન નિધિના 17મા હપ્તા તરીકે 20,000 કરોડ રૂપિયાથી વધુની રકમ જારી કરશે.

PM-Modi

હવે એ વાત તો જાણીતી જ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ 6 હજાર રૂપિયાની આ નાણાકીય સહાય વાર્ષિક ત્રણ હપ્તાના સ્વરૂપમાં આપવામાં આવે છે. દરેક હપ્તા હેઠળ 4 મહિનાના અંતરાલમાં ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયાની રકમ મોકલવામાં આવે છે.

તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં તેની તપાસ કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ તમારે PM કિસાનની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જવું પડશે .
  • હવે તમે સ્ક્રીન પર PM કિસાન પોર્ટલ ઓપન જોશો. અહીં તમારે FARMERS CONNER પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમે ઘણા વિકલ્પો જોશો. તમારે Know Your Status પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે સ્ક્રીન પર ખુલે છે તે પૃષ્ઠની ટોચ પર તમારો નોંધણી નંબર જાણો પર ક્લિક કરો.
  • હવે તમારો આધાર નંબર દાખલ કરો.
  • તમારા નંબર પર એક OTP આવશે, તેને એન્ટર કરો.
  • હવે તમને તમારો નોંધણી નંબર મળશે. હવે નવા પૃષ્ઠ પર, નોંધણી નંબર અથવા મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને 'ડેટા મેળવો' પર ક્લિક કરો.
  • હવે તમે સ્ક્રીન પર PM કિસાન હપ્તા વિશે સંપૂર્ણ માહિતી જોશો
Website Ad 3 1200_628

લાભાર્થીઓની યાદીમાં તમારું નામ કેવી રીતે જોવું ?

  • સૌ પ્રથમ તમારે www.pmkisan.gov.in વેબસાઇટ પર જવું પડશે.
  • હવે તમારે 'લાભાર્થી યાદી' વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
  • હવે તમારા રાજ્ય, જિલ્લા, વિભાગ અને ગામની વિગતો ભરો.
  • હવે 'Get Report' પર ક્લિક કરો.
  • હવે તમે સ્ક્રીન પર તમારા ગામના લાભાર્થીઓના નામ જોશો.

આ રીતે તમે ચકાસી શકો છો કે તમારું નામ યાદીમાં છે કે નહીં. જો તમારું નામ યાદીમાં છે, તો તમને PM કિસાન હપ્તાનો લાભ મળશે.

વધુ વાંચો: UPSC એક્ઝામ : દીકરીને પરીક્ષા સેન્ટરમાં એન્ટ્રી ન મળતા માતા બેહોશ, પિતા પણ આજીજી કરતા રહ્યાં છતાંય...

  • PM કિસાન યોજના માટે ઓનલાઈન આ રીતે અરજી કરો
    1. PM કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ની મુલાકાત લો 
    2. આ પછી Farmer Corner પર ક્લિક કરો.
    3. New Farmer Registration નો વિકલ્પ પસંદ કરો.
    3. Rural Farmer Registration કે Urban Farmer Registrationમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરો.
    4. આ પછી આધાર નંબર, મોબાઈલ નંબર દાખલ કરો અને રાજ્ય પસંદ કરો.
    5. મોબાઈલ પર મળેલ OTP નંબર દાખલ કરો.
    6. વધુ વિગતો સિલેકટ કરીને રાજ્ય અને જિલ્લા સહિત બેંક, આધાર કાર્ડની માહિતી ભરો.
    7. આ પછી આધાર ઓથેન્ટિકેશન માટે સબમિટ બટન પર ક્લિક કરો
    8. ખેતી અને જમીન સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો.
    9. બધી માહિતી ભર્યા પછી અને દસ્તાવેજ અપલોડ કરીને સેવ બટન પર ક્લિક કરો.
    10. આ પછી સ્ક્રીન પર એપ્લિકેશન કન્ફર્મેશન મેસેજ આવશે એ રીતે તમે તમારું રજીસ્ટ્રેશન કરવી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Kisan Samman Nidhi Yojana PM Kisan Latest News PM Kisan Yojana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ