ઘટાડો / આજે પેટ્રોલ અને ડીઝલ ફરીથી થયું સસ્તુ, જાણી લો આજના નવા ભાવ

today petrol diesel price 18 September 2020

દેશભરમાં આ મહિને સતત અનેક વાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળ્યો છે. પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાના કારણે સામાન્ય માણસને થોડી રાહત મળી છે. સરકારી તેલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કર્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ આજે 26 પૈસા ઘટીને 81.14 રૂપિયા અને ડીઝલ 35 પૈસાના ઘટાડા સાથે 72.02 રૂપિયે લિટર પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પેટ્રોલની કિંમતમાં 15 પૈસા અને ડીઝલની કિંમતમાં 19 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો નોંધાયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ