બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Today nine judges will be sworn in the Supreme Court

શપથ ગ્રહણ / આજે દેશમાં 70 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટના 9 જજ શપથ ગ્રહણ કરશે, ગુજરાતના બે જજનો પણ સમાવેશ

Kiran

Last Updated: 08:53 AM, 31 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે દેશમાં 70 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટના 9 જજ શપથ ગ્રહણ કરશે, ગુજરાતના બે જજનો પણ સમાવેશ

  • સુપ્રીમ કોર્ટના નવ નિયુક્ત 9 જજોના શપથગ્રહણ
  • CJI એન.વી.રમણા 9 જજોને પદના અપાવશે શપથ 
  • કોવિડ પ્રોટોકોલના પાલન સાથે યોજાશે શપથ સમારોહ

આજે દેશના ઈતિહાસમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટના નવા નિયુક્ત 9 જજોનો શપથ ગ્રહણ યોજાનાર છે, જેમાં CJI ના એન.વી રમના આ નવ જજોને પદના શપથ લેવડાવશે આ શપથવિધિ સમારોહ સુપ્રીમ કોર્ટ અતિરિકત બિલ્ડિંગ કોમ્પ્લેક્સના ઓડિટોરિયમમાં થશે. આટલો મોટો શપથ સમારોહ પ્રથમ વખત થશે ત્યારે કોવિડ ગાઈડલાઈનનું પણ ચુસ્ત પણે પાલન કરવામાં આવશે. દેશના 70 વર્ષના ઈતિહાસમાં આ પહેલી વખલ એક સાથે 9 જજો શપથ લેશે ત્યારે નવ ન્યાયાધીશોમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 

નવ ન્યાયાધીશોમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ

મહત્વનું છે કે નવ નવા જજમાં  ત્રણ મહિલા જજનો પણ  સમાવેશ થાય છે સુપ્રીમ કોર્ટને ત્રણ મહિલા જજ  મળતા હવે સુ્પ્રીમ કોર્ટમાં કુલ મહિલા જજોની સંખ્યા હવે ચાર થઈ ગઈ છે. જો વાત કરવામાં આવે તો કર્ણાટક હાઈકોર્ટનાં જસ્ટિસ બી વી નાગારત્ના બન્યા સુપ્રીમ કોર્ટના જજ, જ્યારે  તેલંગાણા હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ હિમા કોહલી, ગુજરાતમાંથી બે જજ સુપ્રીમમાં જજ બની રહ્યાં છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદી સુપ્રીમમાં જજ તરીકે શપથ ગ્રહણ કરશે. 



 

સુપ્રીમ કોર્ટમાં મહત્તમ ન્યાયાધીશોની સંખ્યા 34 થઈ શકે છે 

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટ કોલેજિયમના નવ જસ્ટિસનાં નામ પર રાષ્ટ્રપતિએ મહોર મારી છે જેથી હવે સુપ્રીમ કોર્ટમાં મહત્તમ ન્યાયાધીશોની સંખ્યા 34 થઈ શકે છે જો કે હાલ ટોચની અદાલતમાં 10 જગ્યાઓ ખાલી હોવાનું પણ મનાઈ રહ્યું છે.સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કરનારા નવ નવા ન્યાયાધીશોમાં જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ જીતેન્દ્ર કુમાર મહેશ્વરી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ બીવી નાગરથના, જસ્ટિસ સીટી રવિકુમાર, જસ્ટિસ એમએમ સુંદરેશ, જસ્ટિસ બેલાનો સમાવેશ થાય છે. એમ ત્રિવેદી અને પીએસ નરસિંહ.



 

સુપ્રીમ કોર્ટ કોલેજિયમના નવ જજોના નામ મંજૂર કર્યા 

ઉલ્લેખનીય છે કે CJI રમનની અધ્યક્ષતાવાળી કોલેજિયમે 17 ઓગસ્ટના રોજ યોજાયેલી બેઠકમાં નવ નવા જજોના નામ મંજૂર કર્યા હતા. આ સાથે સુપ્રીમ કોર્ટમાં નવા ન્યાયાધીશોની નિમણૂક અંગેનો 21 મહિનાનો મડાગાંઠ સમાપ્ત થયો. આ મથામણના કારણે 2019 થી સર્વોચ્ચ અદાલતમાં એક પણ નવા જજની નિમણૂક થઈ શકી નથી. 17 નવેમ્બર 2019 ના રોજ તત્કાલીન સીજેઆઈ રંજન ગોગોઈની વિદાય બાદથી મથઆમણ  ચાલી રહી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ