બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / today LRD recruitment exam full police security at all centers

LRD Exam / આજે 2.95 લાખ ઉમેદવારો આપશે LRD પરીક્ષા, વૉશરૂમ-પાણી પીવા પણ બહાર નહીં જઇ શકાય

Dhruv

Last Updated: 11:58 AM, 10 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રાજ્યમાં 954 સેન્ટરો પર LRDની પરીક્ષા યોજાશે. જેમાં 2.95 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. કોઇ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

  • 7 જિલ્લાના 954 કેન્દ્રો પર આજે LRDની પરીક્ષા
  • 2.95 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા આપશે
  • 11 વાગ્યા પછી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ નહીં મળે

આજે રાજ્યભરમાં LRD પોલીસ ભરતીની પરીક્ષા યોજાશે. ત્યારે રાજ્યમાં અવારનવાર ભરતી પરીક્ષાઓ અને બોર્ડની પરીક્ષા સહિતના પેપરો ફૂટવાની ઘટનાઓને લઇને પરીક્ષામાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પોલીસનો પૂરતો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

મહત્વનું છે કે, આજે રાજ્યમાં એલઆરડી ભરતીની લેખિત પરીક્ષા યોજાશે જેમાં 2.95 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા આપશે. 954 સેન્ટર પર LRDની પરીક્ષા લેવાશે. 10 હજાર 988 જગ્યાઓ માટે આ પરીક્ષા લેવાઇ રહી છે.

11 વાગ્યા પછી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ નહીં મળે

રાજ્યના 6 મહાનગરોમાં પરીક્ષા યોજાશે. પરીક્ષાનો સમય 12થી 2 રહેશે તો પરીક્ષા કેન્દ્ર દીઠ PI અને PSI ગોઠવી દેવાયા છે. તેમજ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ સિવાયના ડિજિટલ ઉપકરણો પર સખ્ત પ્રતિબંધ લગાવી દેવાયો છે. વિદ્યાર્થીઓ બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવી શકશે. તેમજ OMR સીટનું 24 કલાકમાં સ્કેનિંગ ઓનલાઈન મુકાશે.
એ સિવાય પરીક્ષામાં ઉમેદવારોએ મોડામાં મોડા 11 વાગ્યા સુધી પહોંચી જવાનું રહેશે. બાદમાં 11 વાગ્યા પછી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ નહીં મળે.

પરીક્ષામાં કોઇ પણ ઉમેદવારને પેશાબ કરવા કે પાણી પીવા નહીં જવા દેવાય

વધુમાં જણાવી દઇએ કે, વનરક્ષકની પરીક્ષામાં ઉમેદવારે ટોઇલેટમાં જઇને પેપર લીક કર્યું હોવાનો કિસ્સો સામે આવતા એલઆરડીની આ પરીક્ષામાં કોઇ પણ ઉમેદવારને પેશાબ કરવા કે પાણી પીવા માટે પણ ક્લાસરૂમની બહાર નીકળવા નહીં જવા દેવાય. દરેક ક્લાસરૂમમાં પાણીની વ્યવસ્થા કરાશે.

OMR સીટ સીલ કર્યા અંગે ઉમેદવારોની સહી લેવાશે

પરીક્ષામાં ક્લાસરૂમમાં ઉમેદવારોની હાજરીમાં જ OMR સીટના કવરનું સીલ ખોલાશે. આ પદ્ધતિ GPSCમાં છે પરંતુ તમામ ભરતીમાં સૌ પ્રથમ LRD માં એવી પદ્ધતિ દાખલ કરાઇ છે કે પેપર પૂરૂ થયા બાદ ઉમેદવારોને ક્લાસમાં બેસાડી રખાશે અને સુપરવાઇઝર દ્વારા તમામ OMR શીટ ફરી કવરમાં મૂકી તેમની સામે જ સીલ કરાશે. એ માટે બે ઉમેદવારની સહી પણ લેવામાં આવશે.

પ્રિન્સિપાલની ચેમ્બરમાં રહેશે સીસીટીવી કેમેરા

તમામ કેન્દ્રોના ક્લાસરૂમમાં CCTV ની સુવિધા રખાઇ છે પરંતુ જ્યાં પરીક્ષાનું સાહિત્ય આવે અને જ્યાંથી વહેંચણી થાય તે સ્કૂલના પ્રિન્સિપાલની ચેમ્બરમાં પણ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા DEO થી લઇને સુપરવાઇઝર અને પીઆઇ-પીએસઆઇને પણ ભરતી બોર્ડ દ્વારા તાલીમ અપાઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ