બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ધર્મ / Today is Vasant Panchami auspicious day for good deeds but this things should not be done by mistake

આસ્થા / આજે વસંત પંચમી: સારા કામો માટે આજે અતિશુભ દિવસ, પણ ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ

Arohi

Last Updated: 11:22 AM, 26 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વસંત પંચમી માઘ મહિનાના શુક્લ પક્ષની પાચમે આવે છે. માન્યતા અનુસાર વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનો જન્મ થયો હતો. માતા સરસ્વતીને વિદ્યા અને જ્ઞાનની દેવી કહેવામાં આવે છે. આ દિવસે અમુક કાર્યો કરવાની મનાઈ હોય છે. આવો જાણીએ એ કાર્યો વિશે.

  • માઘ મહિનાની પાચમે આવે છે વસંત પંચમી 
  • આ દિવસે ભૂલથી પણ ન કરતા આ કામ 
  • માતા સરસ્વતી થઈ જશે નારાજ 

માઘ મહિનાના શુક્લ પક્ષની પાચમે વસંત પંચમીનો તહેવાર આવે છે. આ દિવસે જ્ઞાન અને વિદ્યાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ વખત વસંત પંચમી 26 જાન્યુઆરી 2023એ એટલે કે ઉજવવામાં આવશે. વસંત પંચમીને ઘણી જગ્યા ઓ પર શ્રી પંચમી અને સરસ્વતી પંચમી પણ કહેવામાં આવે છે. 

કહેવાય છે કે આ દિવસે વસંત ઋતુનું આગમન થાય છે. આ દિવસે સંગીત અને જ્ઞાનની દેવીની પૂજા કરવી જોઈએ. આ દિવસે કોઈ પણ માંગલિક કાર્યની શરૂઆત કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભૂલથી પણ ઝાડ પાનને નુકસાન ન પહોંચાડવું જોઈએ. 

વસંત પંચમીના દિવસે શું કરવું જોઈએ? 

  • વસંત પંચમીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માટે આ દિવસે કોઈ પણ સમયે કોઈ પણ માંગલિક કાર્ય કરવામાં આવી શકે છે. 
  • વસંત પંચમીના દિવસે વિદ્યાર્થીઓને પણ માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ. 
  • વસંત પંચમીના દિવસે સૌથી પહેલા સવારે ઉઠતા જ પોતાની હથેળીઓને જોવો. માનવામાં આવે છે કે હથેળીઓમાં માતા સરસ્વતીનો વાસ હોય છે. 
  • માન્યતા છે કે વસંત પંચમીના દિવસે શિક્ષા સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ. તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થશે. 
  • પૂજાના સમયે દેવી સરસ્વતીની મૂર્તિની સામે કલમ મુકી તેનો ઉપયોગ આખુ વર્ષ કરો. તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. 
  • પૂજામાં સફેદ અને પીળા રંગનો ઉપયોગ જરૂર કરો. 

વસંત પંચમીના દિવસે શું ન કરવું જોઈએ? 

  • પરિવારમાં કોઈ સાથે ઝગડો ન કરો. 
  • પાક ન કાપો અને ઝાડ પણ ન કાપો. 
  • માંસાહારી ભોજન ન કરો અને ભૂલથી પણ દારૂનું સેવન ન કરો. 
  • વૃદ્ધોનું અનાદર ન કરો. તેમની કહેલી વાતોની અવગણના ન કરો. 
  • આ દિવસે ધૂમ્રપાનથી દૂર રહો. 

વસંત પંચમી શુભ મુહૂર્ત 
માઘ મહિનાની તિથિ એટલે કે વસંત પંચમીની તિથિનો શુભારંભ 25 જાન્યુઆરીએ બપોરે 12 વાગીને 34 મિનિટ પર થઈ રહ્યો છે અને 26 જાન્યુઆરી સવારે 10.28 પર તે પૂર્ણ થશે. ઉદયાતિથિ અનુસાર વસંત પંચમી 26 જાન્યુઆરી 2023એ ઉજવવામાં આવશે. 26 જાન્યુઆરીએ વસંત પંચમીનું પૂજા મુહૂર્ત સવારે 7 વાગીને 7 મિનિટ પર સવારે 10 વાગીને 28 મિનિટ સુધી રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ