બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / today is the world no tobacco day

વર્લ્ડ નો ટોબેકો ડે / જિંદગીઓ બરબાદ કરી મૂકે છે તમાકુ, થઈ શકે છે હૃદયથી લઈને ફેફસાંનું કેન્સર, પરિવારજનોને પણ થાય છે મોટું નુકસાન

Khevna

Last Updated: 11:23 AM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે એટલે કે 31 મેનાં રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે. જાણો તમાકુથી સ્વાસ્થ્યને કેવા કેવા નુકસાનો થાય છે.

  • આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ 
  • તમાકુથી થતા નુકસાનો વિષે જાગરૂકતા ફેલાવવા માટે મનાવાય છે આ દિવસ 
  • ડાયાબિટીસથી માંડીને કેન્સર સુધી - સ્મોકિંગ સ્વાસ્થ્ય માટે છે એક ખતરો 

આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ 

દુનિયાભરમાં દર વર્ષે 31 મેનાં રોજ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવાનો ઉદ્દેશ્ય તમાકુનાં ખતરા વિષે જાગરૂકતા ફેલાવવાનો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર 2022માં વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ 'પર્યાવરણ માટે ખતરનાક છે તમાકુ' છે. તમાકુનાં સેવનથી સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચે છે. આ ખાસ દિવસ પર આ વિષે જાણકારી આપવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, દર વર્ષે લગભગ 80 લાખ લોકોનું મૃત્યુ તમાકુનાં સેવનથી થનાર બીમારીઓને કારણે થાય છે. તમાકુનાં સેવનથી હૃદય રોગ, સ્ટ્રોક, કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓ થાય છે. આ ઉપરાંત, આ ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો પણ વધારે છે. આવો જાણીએ આ દિવસનો ઈતિહાસ અને મહત્વ. 

તમાકુથી સ્વાસ્થ્યને થતા નુકસાન 
સ્મોકિંગ ઘણા પ્રકારથી શરીરને ગંભીર નુકસાન પહોંચાડે છે, તેનાંથી કાર્ડિયોવસ્કયુલર સિસ્ટમને પણ ક્ષતિ પહોંચવાનો ખતરો બની રહે છે. નિકોટીન, રક્ત વાહિકાઓમાં કસાવનું પણ કારણ બને છે, જેનાથી રક્તનો પ્રવાહ પ્રભાવિત થઇ શકે છે. આ ઉપરાંત, ધુમ્રપાન રક્તચાપ પણ વધારી દે છે જેથી રક્ત વાહીકાઓની દીવાલો નબળી પડે છે, રક્તનાં ગાઠા પડી જવાનો પણ ખતરો રહે છે. હૃદયનાં સ્વાસ્થ્ય માટે ધુમ્રપાનને ગંભીર ખતરો માનવામાં આવે છે. 

ડાયાબિટીસનો ખતરો 
સ્મોકિંગ કરનાર લોકોમાં અન્ય લોકોની સરખામણીએ ડાયાબિટીસનો ખતરો વધારે હોય છે. સ્મોકિંગની ઇન્સ્યુલિન પર પણ અસર પડે છે, જેથી ઇન્સ્યુલિન પ્રતિરોધનો ખતરો વધી જાય છે. જે લોકો પહેલાથી જ ડાયાબિટીસથી ઝઝૂમી રહ્યા છે, સ્મોકિંગથી તેમના સ્વાસ્થ્ય પર ખતરો વધી જાય છે. 

ફેફસાનાં રોગની સમસ્યા 
સ્મોકિંગની સીધી અસર શરીરનાં જે અંગો પર પડે છે, ફેફસા તેમાંના એક છે. સ્મોકિંગથી નીકળતો ધુમાડો તમારા ફેફસામાં હાજર નાની વાયુ થેલીને નુકસાન પહોંચાડે છે જે ફેફસાની બીમારીનું કારણ બની શકે છે. સ્મોકિંગથી થતી ફેફસાની બીમારીઓમાં સીઓપીડી સૌથી સામાન્ય છે. એટલું જ નહીં, ફેફસાંનાં કેન્સરનાં મોટાભાગનાં મામલાઓમાં સ્મોકિંગને જ પ્રમુખ કારણનાં રૂપમાં જોઈ શકાય છે. 

પ્રજનન ક્ષમતા પર અસર 
રિસર્ચ જણાવે છે કે જો પુરુષ વધારે સ્મોકિંગ કરે છે, તો તેના શુક્રાણુઓમાં ડીએનએનાં ક્ષતિગ્રસ્ત થવાનો ખતરો વધી જાય છે. આ પ્રજનન ક્ષમતાને પણ ઘટાડે છે. જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન, સ્મોકિંગ કરવાથી ભ્રૂણ સંબંધી ઘણા પ્રકારની તકલીફોનો ખતરો વધી જાય છે. મહિલા અને પુરુષ, બંનેની પ્રજનન ક્ષમતા માટે સ્મોકિંગની આદતને ઘણી નુકસાનદાયક માનવામાં આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ