બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Today is the shortest day-long night of the year, today is Uttarayan in terms of science

ખગોળ / આજે વર્ષનો સૌથી ટૂંકો દિવસ-લાંબી રાત્રિ, વિજ્ઞાનની દ્રષ્ટિએ આજે ઉત્તરાયણ

Bhushita

Last Updated: 09:47 AM, 22 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ૨૨ ડિસેમ્બર અને રવિવારના દિવસે એક સાથે ચાર ખગોળિય વિશેષતા ધરાવતો દિવસ બની રહેશે. આજે અમદાવાદમાં 13 કલાક અને 12 મિનિટની સૌથી મોટી રાત બની રહેશે. આજથી સૂર્ય મકર રાશિમાં પણ પ્રવેશ કરશે. આ સાથે જ શિશિર ઋતુનો પ્રારંભ થશે, અને સૂર્યની ઉત્તર ગોળાર્ધ તરફ જવાની શરૂઆત થશે.

  • આજે વર્ષનો સૌથી ટૂંકો દિવસ-લાંબી રાત્રિ
  • આજે અમદાવાદમાં 13 કલાક 20 મિનિટની રાત
  • આજથી સૂર્ય ઉત્તર દિશા તરફ કરશે ગતિ

૨૨ ડિસેમ્બરનો દિવસ ખગોળિય ક્ષેત્રે મહત્વ ધરાવે છે. આજે રાત્રિનો સમયગાળો 13 કલાક અને 12 મિનિટ રહેશે. જયારે દિવસનો ગાળો ફકત 10 કલાક અને 48 મિનિટનો રહેશે. આ પછી ધીમે-ધીમે દિવસનો સમયગાળો મોટો થતો જશે અને 21 મી જૂને દિવસનો સમય સૌથી મોટો અને રાત્રિનો સમયગાળો સૌથી નાનો રહેશે.  21 માર્ચ દિવસ-રાત એક સરખાં રહે. 21 જૂન દિવસ સૌથી મોટો અને  રાતની અવધિ સૌથી નાની હોય છે. 23 સપ્ટેમ્બરે ફરી દિવસ-રાત એક સરખાં રહે છે.

આજથી સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરશે. આજે સવારે 7.23 વાગ્યે સૂર્યોદય થશે અને સાથે જ સાંજે 6.07 વાગ્યે સૂર્યાસ્ત થશે. આવતીકાલ એટલે કે 23 ડિસેમ્બરથી રાત ક્રમશ ટૂંકી-દિવસ લાંબો થશે.

શિયાળાની શરૂઆત થઈ છે અને આ શિયાળો 20 માર્ચ સુધી ચાલશે. આ સમયે ગૂગલે એક ડૂડલ બનાવ્યું છે. જેમાં પૃથ્વી અને આઈસ મેન બેબી દેખાડવામાં આવ્યા છે. 22 ડિસેમ્બર  એટલે કે આજે સૌથી નાનો દિવસ અને લાંબી રાત છે. આજે સૂરજથી ધરતી દૂર છે અને પૃથ્વી પર ચંદ્રનો પ્રકાશ ઘણા સમય સુધી રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Science Uttarayan long night shortest day ઉત્તરાયણ ખગોળવિજ્ઞાન ટૂંકો દિવસ લાંબી રાત્રિ shortest day-long night of the year
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ