today is the last day to link aadhaar card with pan card
જલ્દી કરો /
આધાર કાર્ડને લગતું આ કામ પતાવવાની આજે છેલ્લી તારીખ, નહીં તો 500 રૂપિયાનો દંડ, ઈન્ટરનેટની પણ જરૂર નથી
Team VTV09:10 AM, 31 Mar 22
| Updated: 09:14 AM, 31 Mar 22
આજે એટલે કે 31 માર્ચ 2022એ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ છે. જાણો કઈ રીતે પાન અને આધારને લિંક કરશો અને લિંક ન કરવા પર કેટલો દંડ થઇ શકે છે.
પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022
ગુરુવાર સુધીમાં લિંક ન કરાવવા પર થશે 500 રૂપિયાનો દંડ
ઇન્ટરનેટ વગર પણ થઇ શકશે લિંક
પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ
પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2022 છે. જો આ તારીખ સુધીમાં તમે પાનને આધાર સાથે લિંક ન કરાવ્યું, તો 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. સાથે જ તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઇ જશે. આમ થવાથી તમારે ઘણા પડકારોનો સામનો કરવો પડશે.
સીબીડીટીએ 29 માર્ચની સૂચનામાં કહ્યું હતું કે પાનને બાયોમેટ્રિક આધાર સાથે જોડવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 છે. મોડું થવા પર 500 રૂપિયા દંડ લાગશે. આ દંડ આવતા ત્રણ મહિના એટલે કે 30 જૂન, 2022 સુધી રહેશે. ત્યાર બાદ ટેક્સપેયર્સ માટે 1,000 રૂપિયાનો દંડ રહેશે. જોકે દંડ ભર્યા બાદ તમારું પાં કાર્ડ ફરી ચાલુ થઇ જશે. પાં કાર્ડનો ઉપયોગ બેંક અકાઉન્ટ ખોલવા કે ઓળખાણનાં પ્રમાણપત્રનાં રૂપમાં કરવામાં આવે છે.
ઇન્ટરનેટ વગર પણ આધાર સાથે લિંક કરી શકાય છે પાન
જો ગુરુવાર સુધીમાં તમે પાનને આધાર સાથે લિંક ન કરાવ્યું, તો તમારે 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો તમે અત્યાર સુધી પોતાના પાનને આધાર સાથે લિંક નથી કરાવ્યું, તો ટેન્શન લેવાની જરૂર નથી. તમે ઇન્ટરનેટ વગર પણ પાનને આધાર સાથે લિંક કરાવી શકો છો.