Today is the last day of campaign for the first phase
ચૂંટણી પડઘમ /
પ્રથમ તબક્કાના મતદાન પ્રચારના અંતિમ દિવસે દિગ્ગજ સ્ટાર પ્રચારકો મેદાને, જુઓ કયા-કયા વિસ્તારોને ગજવશે
Team VTV08:02 AM, 29 Nov 22
| Updated: 08:05 AM, 29 Nov 22
પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે આજે પ્રથમ તબક્કાના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. જેથી આજે ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી દેશે.
પ્રથમ તબક્કાના પ્રચારનો આજે અંતિમ દિવસ
ઉમેદવારો લગાવશે એડીચોટીનું જોર
સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ થશે શાંત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને છેલ્લા ઘણા સમયથી રાજકીય પક્ષો દિવસ-રાત દોડધામ કરી પ્રચાર કરી રહ્યા છે. જાહેર પ્રચારના ભુંગળા શાંત થવાનું નામ લેતા નથી. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. ત્યારે આજે સાંજે 5 વાગતા જ જાહેર પ્રચાર બંધ થઇ જશે. ત્યારબાદ તમામ રાજકીય પક્ષોનું ફોક્સ મતદાન પર હશે.
પ્રથમ તબક્કાના મતદાનના પ્રચારનો આજે અંતિમ દિવસ
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કાના મતદાનના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે રાજકીય પક્ષો-ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવશે. પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારો અને રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો વિવિધ જગ્યાએ રેલીઓ અને સભાઓ ગજવશે. આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. પ્રચાર પડઘમ શાંત થયા બાદ ઉમેદવારો સોશિયલ મીડિયામાં વધુ સક્રિય થઈ જશે.
આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં નેતાઓ કરશે પ્રચાર
આજે સાંજે 5 વાગ્યે જાહેર પ્રચાર ઉપર પડદો પડે એ પહેલા આજે રાષ્ટ્રીય નેતાઓ સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો રોડ-શૉ યોજાશે. જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની માંડવી અને ગાંધીધામમાં ચૂંટણી પ્રચાર કરશે. તો અભિનેતા પરેશ રાવલ સાવરકુંડલામાં ચૂંટણી પ્રચાર કરશે.
સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ થશે શાંત
આ ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે સુરેન્દ્રનગર-બોટાદમાં રોડ શૉ કરશે. આપને જણાવી દઈએ કે, પ્રથમ તબક્કા માટે 1લી ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી 89 બેઠકો માટે મતદાન થશે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 788 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ઉમેદવાર મતદાનના દિવસ સુધી ડોર ટૂ ડોર મતદાન અપિલ કરી શકશે.