બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 12:46 PM, 1 August 2022
ADVERTISEMENT
અઠવાડિયાના પહેલા કારોબારી દિવસ સોમવારે સોના ચાંદીની કિંમતમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં ભારે ઉતાર ચઢાવ પછી પણ ભારતીય બજારમાં સોના ચાંદીની કિંમતોમાં ખાસ્સો એવો બદલવા નજરમાં આવતો નથી. આજે સોનાની કિંમતમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો સાથે સાથે વધતી ચાંદીની કિંમતમાં આજે ઘટાડો થયો છે.
ADVERTISEMENT
મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ પર આજે સવારે 24 કેરેટ સોનાની કિંમત આજે 0.4 ટકા ઘટીને 51,230 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પંહોચી છે. જો કે દિવસની શરૂઆતમાં ચાંદીની કિંમત 0.7 ટકા ઘટીને 57,937 રૂપિયા પ્રતિ કિલો પંહોચી હતી.
ગ્લોબલ માર્કેટમાં સોના-ચાંદીની કિંમત
ગ્લોબલ માર્કેટમાં આજે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકન બજારમાં સોનાની કિંમત 1,776 ડોલર પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ કરે છે. જે તેની પાછલી બંધ કિંમત કરતાં 0.33 ટકા ઓછી છે.
ગ્લોબલ માર્કેટમાં આજે ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકન બજારમાં ચાંદીની કિંમત 20.10 ડોલર પ્રતિ ઔંસ રહી. જે તેની પાછલી બંધ કિંમત કરતાં 0.44 ટકા ઓછી છે.
કમોડીટી એક્સપર્ટનું કહેવું છે કે જે રીતે ગ્લોબલ શેર બજાર તૂટી રહ્યું છે એ જોઇને લાગી રહ્યું છે કે આવનાર સમયમાં સોનામાં રોકાણકારોની સંખ્યામાં વધારો થશે. જો કે હાલ બજારમાં જો તમે રોકાણ કર્યું હોય અને તમારા પોર્ટફોલીયોમાં સોનામાં રોકાણ કરેલ છે તો તેને એમ જ રાખો, આવનાર સમયમાં ગ્લોબલ માર્કેટ સાથે ભારતીય માર્કેટમાં પણ સોનાની માંગ વધશે અને કિંમતોમાં ભારે ઉછાળ આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.