આજે તારક મહેતાનાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશીનો જન્મદિવસ છે. જાણો તેમની કરિયરને લગતી અમુક રસપ્રદ બાબતો
આજે દિલીપ જોશીનો બર્થ ડે
તારક મહેતામાં જેઠાલાલનાં પાત્રથી મળી ફેમ
પહેલા ચંપકલાલનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો
આજે દિલીપ જોશીનો બર્થ ડે
પોપ્યુલર સિટકોમ સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં ફેવરીટ કેરેક્ટર જેઠાલાલ એટલે કે દિલીપ જોશીનો આજે એટલે કે 26 મેનાં રોજ જન્મદિવસ છે. દિલીપ જોશી ટીવી વર્લ્ડનું એક મોટું નામ છે. પોતાની કોમેડીથી ફેન્સનાં દિલ જીતનાર દિલીપ જોશીની કરિયરમાં એક એવો પડાવ આવ્યો હતો જ્યારે તેઓ બેરોજગાર પણ રહ્યા હતા, પરંતુ આજે તેઓ કરોડોમાં કમાણી કરે છે. આવો જાણીએ દિલીપ જોશીની કરિયર વિષે રસપ્રદ બાબતો...
દિલીપ જોશીએ આમ તો ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેઓ સલમાન ખાન સાથે મેંને પ્યાર કિયામાં સ્ક્રીન શેર કરી ચુક્યા છે. પરંતુ કદાચ જ કોઈએ તેમને નોટિસ કર્યા હશે. દિલીપ જોશી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા છે, પરંતુ તેમની ફિલ્મી કરિયર હીટ રહી નથી.
દિલીપ જોશીએ ફિલ્મોની જેમ ઘણા ટીવી શોઝમાં પણ કામ કર્યું છે, પણ કદાચ જ તેમનો કોઈ અન્ય શો તમને યાદ હશે. તારક મહેતા શોનાં જેઠાલાલ બનીને જ દિલીપ જોશીને લાઈમલાઈટ મળી. 2008માં જ્યારથી તારક મહેતા શો શરુ થયો છે, ત્યારથી લઈને આજ સુધી દિલીપ જોશી આ શોનો હિસ્સો રહ્યા છે અને લાઈમલાઈટમાં રહ્યા છે.
તારક મહેતામાં જેઠાલાલનાં પાત્રથી મળી ફેમ
દિલીપ જોશીએ 1989માં પોતાની એક્ટિંગ કરિયર મૂવી મેંને પ્યાર કિયાથી શરુ કરી હતી. તેમણે 12 વર્ષની ઉંમરમાં બેકસ્ટેજ આર્ટીસ્ટ તરીકે કરિયરની શરૂઆત કઈ હતી, ત્યારે તેમને દરેક રોલનાં 50 રૂપિયા મળતા હતા. તેઓ થીએટરને લઈને ખૂબ જ પેશનેટ હતા. પ્લેને કારણે દિલીપ જોશીએ પોતાની કરિયર પણ છોડવી પડી હતી.
તમને નવાઈ લાગશે પરંતુ દિલીપ જોશી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાઈન કરતા પહેલા 1 વર્ષ બેરોજગાર રહ્યા હતા. રસપ્રદ બાબત તો એ છે કે તારક મહેતાની જ્યારે તેમને ઓફર મળી હતી, તો તેમણે આ માટે ના કહી હતી, કેમકે તે સમયે તેઓ બીજી સિરીયલમાં વ્યસ્ત હતા.
પહેલા ચંપકલાલનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો
ત્યાર બાદ તે સિરીયલનું પ્રોડક્શન બંધ થઇ ગયું હતું અને પછી દિલીપ જોશીએ તારક મહેતા શો માટે હા કરી. પરંતુ દિલીપ જોશીને મેકર્સે જેઠાલાલ નહીં પણ ચંપકલાલનો રોલ ઓફર કર્યો હતો. દિલીપ જોશીને લાગ્યું કે તેઓ જેઠાલાલનું પાત્ર વધારે સારી રીતે ભજવી શકશે. તેમણે જેઠાલાલ માટે ઓડિશન આપ્યું અને ત્યાર બાદ જે થયું તે તો તમે જાણો જ છો.
સમાચારો અનુસાર, જેઠાલાલનાં પાત્ર્માતે દિલીપ જોશી 1.50 લાખની નજીક એક એપિસોડ માટે ચાર્જ કરે છે. તેઓ શોનાં હાઈએસ્ટ પેડ એક્ટર જણાવવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલીપ જોશીની નેટવર્થ 43 કરોડની આસપાસ છે.