બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:25 PM, 12 November 2024
આજે દેવ ઉઠી અગિયારસ એટલે કે એકાદશી છે. સનાતન ધર્મના લોકો માટે દેવ ઉઠી એકાદશીના વ્રતનું વિશેષ મહત્વ છે. આ દિવસે લોકો વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. તેમજ દેવી તુલસીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, દેવ ઉઠી એકાદશીના દિવસે, શ્રી હરિ વિષ્ણુ 4 મહિના પછી યોગ નિદ્રાથી જાગે છે, તે દિવસે ચાતુર્માસ પણ સમાપ્ત થાય છે. આ દિવસથી સગાઈ, લગ્ન, મુંડન સહિત તમામ શુભ કાર્યોનો પ્રારંભ થાય છે. દેશના ઘણા રાજ્યોમાં દેવ ઉઠી એકાદશીને દેવ ઉત્થાન એકાદશી અને પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
ADVERTISEMENT
એવું માનવામાં આવે છે કે જે લોકો સાચા મનથી દેવ ઉઠી એકાદશીનું વ્રત કરે છે, તેમની તમામ મનોકામનાઓ શ્રી હરિના આશીર્વાદથી પૂર્ણ થાય છે. તેની સાથે જ જીવનમાં સુખ, ધન, યશ અને કીર્તિ રહે છે. આજે દેવ ઉઠી એકાદશીના દિવસે ભદ્રાની છાયા રહેવાની છે. ચાલો જાણીએ દેવ ઉઠી એકાદશીની ચોક્કસ તિથિ, શુભ સમય, પૂજાની પદ્ધતિ અને ભદ્રાકાળના સમય વિશે.
ઉદયતિથિના આધારે આ વખતે દેવ ઉઠી એકાદશીનું વ્રત આજે કરવામાં આવશે.. આજે સાંજે 7:08 થી 8:46 સુધી ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો શુભ સમય છે.
ADVERTISEMENT
ભદ્રાકાળનો ચોક્કસ સમય શું છે?
વૈદિક કેલેન્ડર મુજબ આ વખતે દેવ ઉઠી એકાદશીના દિવસે સવારે ભદ્રાની છાયા પડી રહી છે. આજે સવારે 06:33 થી સાંજે 04:04 સુધી ભદ્રાની છાયા રહેશે.
ઉપવાસ તોડવાનો યોગ્ય સમય કયો છે?
દેવ ઉઠી એકાદશી વ્રત 13 નવેમ્બર 2024 ના રોજ તોડવામાં આવશે. આ દિવસે સવારે 6:42 થી 8:51 વચ્ચે વ્રત તોડવાનું શુભ રહેશે.
દેવ ઉઠી એકાદશીની પૂજા પદ્ધતિ
-સવારે વહેલા જાગી જવું.
-સ્નાન વગેરે પછી સ્વચ્છ કપડાં પહેરો.
-ઘરના મંદિરની સફાઈ કરો.
-શ્રી હરિને પીળા ફૂલ, પીળી મીઠાઈ, તુલસીના પાન અને પીળા ફળ અર્પણ કરો. આ દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો.
શ્રી હરિને પીળા ફૂલ, પીળી મીઠાઈ, તુલસીના પાન અને પીળા ફળ અર્પણ કરો. આ દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો.
-ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો.લસીની પૂજા કરો.
ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો.
-અંતમાં આરતી કરીને પૂજાનું સમાપન કરો.
આ પણ વાંચોઃ દેવઉઠી અગિયારસના દિવસે કેમ ઘરમાં થાળી વગાડવામાં આવે છે? કારણ જાણી લાગશે નવાઈ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.