બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Today is a heavy day for Saurashtra-South Gujarat: Clouds will break over areas including Dang, Amreli
Malay
Last Updated: 09:27 AM, 4 July 2023
ADVERTISEMENT
દેશભરમાં હાલ ચોમાસાએ દસ્તક આપી છે. પૂર્વથી લઈ પશ્ચિમ અને ઉત્તરથી લઈ દક્ષિણ સુધી હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ બે દિવસથી વરસાદનું પ્રમાણ ઓછું છે. ત્યારે અમદાવાદના હવામાન વિભાગે વરસાદના બીજા રાઉન્ડની પણ આગાહી કરી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ADVERTISEMENT
આજે આ વિસ્તારોમાં ખાબકી શકે છે ભારે વરસાદ
હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. જે મુજબ આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરામાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત આજે પંચમહાલ, દાહોદમાં પણ વરસાદ વરસી શકે છે.
6 અને 7 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગાહી
તો ગુરુવાર 06 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડશે. આ સિવાય અમદાવાદ તેમજ મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
જાણો હવામાન વિભાગે શું કહ્યું
07 જુલાઈના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવમાં અતિભારે જ્યારે સુરત, તાપી અને બોટાદ, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે ગુજરાતની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને બીજી વધુ એક સિસ્ટમ આવનારા દિવસોમાં બનશે. જેના પરિણામે પવન સાથે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
7થી 15 જુલાઈએ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
તેમણે જણાવ્યું હતું કે, આગામી 7થી 15 જુલાઇ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર - કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ઉપરાંત 25 જુલાઇથી 8 ઓગસ્ટ સુધીમાં ફરી એક વખત ગુજરાતના અનેક ભાગોમાં સારો વરસાદ પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.