રાજ્યના 118 તાલુકાઓમાં 2થી 4ઈંચ જેટલો વરસાદ, 900 લોકોનું કરાયુ સ્થળાંતર

By : kaushal 06:42 PM, 12 July 2018 | Updated : 06:42 PM, 12 July 2018
રાજ્યના 118 તાલુકાઓમાં ભારે વરસાદ છે. ખાસ કરીને દક્ષિણ, મધ્ય અને સૈરાષ્ટ્રમાં સારો વરસાદ પડી રહ્યો છે. ત્યારે હાલ રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને રાહત કમિશન મનોજ કોઠારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા
ત્રણ દિવસમાં સારો વરસાદ પડયો છે.

માત્ર આજના દિવસમાં જ 118 તાલુકાઓમાં 2 થી 4 ઈંચ જેટલો વરસાદ પડયો છે. જોકે ભારે વરસાદમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 19 લોકોના મોત થયાં છે. જ્યારે 900થી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, હવામાન વિભાગે આગામી 4 દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેને ધ્યાને રાખતા તમામ કલેક્ટરો સાથે પણ મનોજ કોઠારીએ બેઠક યોજી હતી.

આ સાથે જ તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટરમાં જ રહેવા સૂચન અપાયું છે. બીજી તરફ આગામી ભારે વરસાદની આગાહીના પગલે બચાવ ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં NDRFની 4 ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

તો બીજી તરફ ગાંધીનગરમાં 3 અને વડોદરામાં 4 ટીમોને તૈનાત કરાઈ છે. આ તરફ સૌરષ્ટ્રમાં પણ 2 NDRFની ટીમોને તૈનાત કરવામાં આવી છે. જેથી કરીને કોઈપણ મુસીબતનો સામનો કરી શકાય.  Recent Story

Popular Story