Tuesday, August 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ધર્મ / આજે અખાત્રીજનો શુભ દિવસ, સોના-ચાંદીની ખરીદીનો છે મહિમા

આજે અખાત્રીજનો શુભ દિવસ, સોના-ચાંદીની ખરીદીનો છે મહિમા

વર્ષના શ્રેષ્ઠ મુહૂર્તુ પૈકીના એક અક્ષયતૃતિયાને માનવામાં આવે છે. આજે અક્ષયતૃતીયાની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અખાત્રીજના પાવન દિવસે સોના-ચાંદીની ખરીદી તેમજ શુભકાર્યોનો પ્રારંભ કરવામાં આવે છે.

 

આજે અખાત્રીજના ખાસ અવસર પર સોનાનો ભાવ વધુ હોવા છતા સોની બજારમાં લોકો ભારે ભીડ જોવા મળી છે. સાથે સાથે અખાત્રીજના દિવસે વાહનની ડીલીવરી મળે તેવુ અગાઉથી આયોજન કરવામાં આવે છે. જેના કારણે આજે સવારથી જ વાહોનાના શોરૂમમાં ગ્રાહકોની ભારે ભીડ જામી છે. ભારતીય પરંપરામાં અખાત્રીજનું અનેરું મહત્વ છે.

 

જ્યારે આજે અખાત્રીજના ખાસ દિવસે અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. અખાત્રીજના પાવન દિવસથી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે મંદિરમાં ભગવાન જગન્નાથના રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવશે. રથયાત્રા પૂર્વે ત્રણેય રથનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરાશે. ત્યારે રથ પૂજનમાં રાજ્યભરના ખલાસીઓ જોડાશે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ