બજાર / દિવાળી પહેલા સોનાની કિંમતમાં નોંધાયો 7 વર્ષનો સૌથી મોટો ઘટાડો, ચાંદી 7 ટકા તુટી, જાણો આજના નવા ભાવ

today gold silver price update gold slumps 5 percent as covid 19 vaccine euphoria largest one day percentage declines since...

કોરોનાની રસીને લઈને આવ્યા સારા સમાચાર આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાની કિંમતમાં ભારે ઘટાડો નોંધાયો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યાનુંસાર આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાની કિંમતો 5 ટકાથી વધારે ઘટી ગઈ છે. એક્સપર્ટનું કહેવું છે કે ટકાવારીના હિસાબે સોનું 2013 બાદ એક દિવસમાં આવેલો સૌથી મોટો ઘટાડો છે. આ સંકેતોની અસર ઘરેલુ બજારોમાં જોવા મળી રહી છે. ભારતીય બજારોમાં સોનાની કિંમતોમાં તેજીથી ઘટાડો નોંધાયો છે. હાલના સ્તરથી કિંમતો 5-8 ટકા સુધી ઘટવાની શક્યતા છે. કેમ કે ભારતીય રુપિયો પણ સતત મજબૂત થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સોમવારે દિલ્હી સરાફા બજારમાં સોનાના ભાવ વધીને 52, 183 રુપિયાના સ્તરે પહોંચ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ