બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:06 AM, 11 November 2024
Gold-Silver Price : સોના-ચાંદીના ભાવને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં તહેવારોની સિઝનમાં તોફાની વધારા બાદ હવે બુલિયન માર્કેટમાં ઓછી હલચલ જોવા મળી રહી છે. આજે સોમવારે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. ફ્યુચર્સ માર્કેટમાં શરૂઆતી ટ્રેડિંગમાં રેટ ઘટ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર સોના અને ચાંદીના ભાવ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
સોનાના ભાવ સસ્તા થયા
ભારતીય વાયદા બજારમાં સોનાની કિંમતો ઘટી રહી છે. 10 ગ્રામ સોનાની કિંમત 500 રૂપિયાથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે. ડિસેમ્બર વાયદાનો દર 76750 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયો છે. જ્યારે ઓલ ટાઈમ હાઈ લેવલ 79775 રૂપિયા છે. આજે એટલે કે 11 નવેમ્બરે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે જે લગભગ 450 રૂપિયા સુધી ઘટી ગયો છે. તે રૂ. 90800 પ્રતિ કિલોના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે જે તાજેતરમાં રૂ. 100289 પ્રતિ કિલોના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
ADVERTISEMENT
હવે જાણો આજે કેમ સસ્તુ થયું સોનું?
આજે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. યુએસ ડૉલરની મજબૂતીને કારણે બુલિયન માર્કેટમાં નરમાઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતને કારણે ડોલરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ડૉલર ઇન્ડેક્સ હાલમાં 105ને પાર કરી ગયો છે. COMEX પર સોના અને ચાંદીના ભાવ ઘટી રહ્યા છે. સોનાની કિંમત ક્વાર્ટર ટકાના ઘટાડા સાથે $2675 પ્રતિ ઓન પર ટ્રેડ થઈ રહી છે. આ સિવાય ચાંદીની કિંમત પણ લગભગ અડધા ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહી છે જે ઘટીને $31 પ્રતિ ઓન થઈ ગઈ છે.
કેડિયા એડવાઈઝરીના અજય કેડિયાએ જણાવ્યું હતું કે સોનાનો પ્રતિકાર રૂ. 77595-77915-78200 છે, જ્યારે સપોર્ટ લેવલ રૂ. 76990-76705-76385 છે. તે જ સમયે, ચાંદી માટે પ્રતિકાર સ્તર 92165-93055-93635 રૂપિયા છે. જ્યારે 90695-90115-89225 રૂપિયાનો સપોર્ટ છે.
મિસ કોલ કરી આ રીતે જાણો સોનાના ભાવ
ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.
આ રીતે ચેક કરો શુદ્ધતા
તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app' થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.