Today Gold crosses Rs 50,000 rapidly for the second consecutive day
તમારા કામનું /
સતત ભાવમાં ઘટાડો નોંધાયા બાદ સોનાના ભાવમાં આવી તેજી, જાણો આજનો લેટેસ્ટ રેટ
Team VTV12:50 PM, 17 May 22
| Updated: 12:53 PM, 17 May 22
MCX પર ગોલ્ડ ફ્યૂચર્સ 0.17 ટકા મજબૂત થતા સોનું 50, 331 રુપિયે પ્રતિ 10ગ્રામ પહોંચ્યુ જ્યારે ચાંદીના ભાવમાં નોંધાયો ઘટાડો
સતત બીજા દિવસે સોનામાં તેજી
સોનું 50 હજારને પાર
ડોલર ઇન્ડેક્સમાં નબળાઇ એક કારણ
ભારતીય શેરબજારમાં સોના ચાંદીના ભાવમાં વધઘટ થતી જોવા મળે છે. એમસીએક્સ પર ગોલ્ડ ફ્યૂચર 0.17 ટકા મજબૂત થઇને 50,331 રુપિયા 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. જો કે સિલ્વર ફ્યૂચર 0.16 ટકા ઘટીને 60,831 પ્રતિ કિલોએ ટ્રેન્ડ કરી રહ્યો છે. સોમવારે બિઝનેસમાં સોનું 0.8 ટકા મજબૂત થયુ જ્યારે ચાંદીમાં 3 ટકાની તેજી જોવા મળી હતી.
ડોલર ઇન્ડેક્સમાં નબળાઇ
એક્સિસ સિક્યોરીઝના હેડનું કહેવુ છે કે પીળુ ધાતુમાં 1800 ડોલરના સ્તર નજીક ખરીદી પરત આવી. જેનુ મુખ્ય કારણ ડોલર ઇન્ડેરક્સમાં નબળાઇ છે. ડોલર ઇન્ડેક્સ 19 વર્ષ સુધી ઊંચા સ્તર 105 પર ટકી રહેવામાં નાકામ રહ્યો અને તેમાં ભારે ઘટાડો નોંધાયો. ડીએક્સવાયમાં હાલનો ઘટાડો ફેડરલ રિઝર્વ જ્વારા આ વર્ષે વ્યાજદરોમાં પ્રસ્તાવિત 50 બીપીએસના બે વધારાનું પરિણામ હોઇ શકે છે.
શોર્ટ ટર્મ ટ્રેન્ડ પોઝિટીવ
તેમણે જણાવ્યું કે શોર્ટ ટર્મ માટે બુલિયન માટે ટ્રેન્ડ પોઝિટીવ જોવા મળી રહ્યો છે. જેથી ભાવમાં ઘટાડા સમયે જ ખરીદી કરવી સાચી રણનીતિ ગણાશે. મહત્વનું છે કે ગ્લોબલ માર્કેટમાં યુએસ બોન્ડ યીલ્ડ્સમાં વધારાથી યુએલ ડોલર ઇન્ડેક્સ પર પ્રેશર ઘટવાને કારણે સોનાની કિંમત 1,825.29 ડોલર પર રહી છે. જ્યારે ચાંદી 0.2 ટકા ઘટીને 21.56 ડોલર પ્રતિ ઔસ પહોંચી છે.
ડોલર ઇન્ડેક્સ 20 વર્ષની ઊંચાઇએથી પછડાયો
ડોલર ઇન્ડેક્સ સોમવારે 20 વર્ષની ઊંચાઇએથી ઘટાડો થતા આજે સ્થિર બન્યો છે. નબળા ડોલરથી બીજી કરન્સી હોલ્ડ કરનાર ખરીદદારો માટે સોનું ઘણુ આકર્ષિક તઇ પડે છે. જો કે બેંચમાર્ત યુએસ-10 ટ્રેઝરી યીલ્ડ્સ વધી ગઇ છએ. જેનાથી વ્યાજ વિના ગોલ્ડની લીમિટ સીમિત થઇ ગઇ છે. મહત્વનું છે કે સોનાના ભાવમાં છેલ્લા ત્રણ મહિનાથી ઘટાડો નોંધાઇ રહ્યો છે. પરંતુ ટ્રેઝરી યીલ્ડ્સમાં ઘટાડો થતા ફરી એકવાર સોનામાં તેજી જોવા મળી.