FOLLOW US
પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે. જ્યોતિંલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા છે. વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો લાગી છે. સવારની આરતીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ગુજરતાના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પરિવાર સાથે આરતીમાં જોડાયા હતાં.