બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Today, Finance Minister Nirmala Sitharaman will present the Economic Survey in Parliament

આર્થિક સર્વેક્ષણ / બજેટ સત્ર શરૂ થતા પહેલા આજે સંસદમાં રજૂ થશે ઈકોનૉમિક સર્વે, જાણો તેનું મહત્વ

Ronak

Last Updated: 10:52 AM, 31 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે બજેટ સત્ર શરૂ થઈ રહ્યું આવતી કાલે નાણા મંત્રી બજેટ રજૂ કરશે. પરંતુ તે પહેલા આજે ઈકોનોમિક સર્વે રજૂ કરવામાં આવશે. જેમા દેશની અર્થવ્યવસ્થા કેવી રીતે તે જાણી શકાશે

  • આજે નાણા મંત્રી સંસદમાં ઈકોનૉમિક સર્વે રજૂ કરશે 
  • દેશની અર્થવ્યવસ્થા કેવી રહી તે જાણી શકાશે 
  • બજેટ પહેલા દર વર્ષે રજૂ કરવાામાં આવે છે ઈકોનૉમિક સર્વે 

સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે. સંસદભવનમાં આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બંને ગૃહોને સંબોધન આપી શરૂઆત કરશે. સત્ર શરૂ થયા બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણ ગૃહમાં આર્થિક સર્વેક્ષણ 2021-22 રજૂ કરશે. બાદમાં આવતી કાલે તેઓ બજેટ રજૂ કરશે. પરંતુ તે પહેલા એ જાણવું જરૂરી છે કે ઈકોનોમિક સર્વે શું હોય છે અને તેને બજેટ પહેલા શા માટે રજૂ કરવામાં આવે છે. 

એક વર્ષની અર્થવ્યવસ્થા જાણી શકાશે 

આપને જણાવી દઈએ કે ઈકોનોમિક સર્વે એક વર્ષમાં દેશના આર્થિક વિકાસને અનુલક્ષીને તૈયાર કરવામાં આવે છે. જેના પરથી અંદાજો લગાવી શકાય કે ગત વર્ષે દેશની અર્થવ્યવસ્થા કેવી રીતની રહી છે. કયા ફાયદો થયો અને ક્યા નુકશાન થયું. એવું કહી શકાય કે ઈકોનોમિક સર્વે છેલ્લા એક વર્ષની અર્થવ્યવસ્થા રજૂ કરે છે. 

સૌથી પહેલા 1950-51માં રજૂ કરાયો હતો 

સૌથી પહેલા ઈકોનોમિક સર્વે 1950-51માં રજૂ કરવામાં આવ્યો હતો. 1964થી નાણા મંત્રાલય બજેટથી એક દિવસ અગાઉ સર્વે રજૂ કરતું આવે છે. આ રિપોર્ટને ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સ એટલે કે DEA દ્વારા રજૂ કરવામાં આવે છે. 

દર વર્ષે એક દિવસ પહેલા થાય છે રજૂ 

ઈકોનોમિક સર્વેને આધારે નક્કી કરવામાં આવે છે કે આવનારા વર્ષમાં અર્થવ્યવસ્થામાં કેવી સંભવનાઓ રહેલી છે. ખાસ વાત એ છે કે આ સર્વેનો આધાર પર સરકારને અમુક સુઝાવ પણ આપવામાં આવે છે. પરંતુ તે સુઝાવ લાગૂ કરવા કે ન કરવા સરકારની જવાબદારી હોય છે. આજ કારણ છે કે ઈકોનોમિક સર્વે બજેટના એક દિવસ પહેલા સંસદમાં રજૂ કરવામાં આવે છે. 

આર્થિક સર્વેનો રિપોર્ટ રજૂ કર્યા બાદ થશે પ્રેસ કોન્ફરન્સ 

ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર પહેલા સરકારે 28 જાન્યુઆરીના રોજ ડૉ.વી.અનંત નાગેશ્વરનને ચીફ ઈકોનૉમિક એડવનાઈઝર તરીકે નિયુક્ત કર્યા છે. નાણા મંત્રી સંસદમાં આર્થિક સર્વેની રિપોર્ટ રજૂ કર્યા બાદ ડૉ નાગેશ્વરન ઈકોનૉમિક સર્વે પર આજે પ્રેસ કોન્ફરન્સ કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ