ક્રિકેટ / 8 વર્ષથી સતત મુંબઈના વાનખેડે સ્ટેડિયમાં હારતી ક્રિકેટ ટીમ ઈન્ડિયા શું આજે ઓસ્ટ્રેલિયા સામે જીતશે?

today Cricket match between india and australia, team can not ween match in wankhede since 8 years

ટીમ ઇન્ડિયા આજે 1.30 વાગ્યાથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વન ડે મેચની શ્રેણીની શરૂઆત કરશે. ભારત માટે આ પડકારજનક બની રહેશે, કારણ કે ઓસ્ટ્રેલિયા સામે પોતાના ઘરઆંગણે વન ડેમાં ભારતનો રેકોર્ડ સારો રહ્યો નથી. આ ઉપરાંત ભારતે છેલ્લાં આઠ વર્ષથી વાનખેડેમાં એક પણ વન ડે મેચ જીતી નથી. એરોન ફિંચના નેતૃત્વવાળી ઓસ્ટ્રેલિયન ટીમે ગત વર્ષે ટીમ ઇન્ડિયાને ભારતની ધરતી પર જ માત આપી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ