ચીને તાજેતરમાં એક નવુ સોલિડ રોકેટ મોટરનું પરીક્ષણ કર્યુ છે. જેનાથી ચીનને અંતરિક્ષ ગતિવિધિઓને નવી ઉંચાઈએ લઇ જવામાં મદદ મળશે. ગયા અઠવાડિયે 19 ઓક્ટોબરે કરવામાં આવેલા પરિક્ષણે વિશ્વને આશ્ચર્યમાં મુકી દીધુ છે. આ રોકેટનો પરિઘ 11.48 ફૂટ છે અને આ આશરે 500 ટન વજનદાર સામાનને અંતરિક્ષમા લઇ જઇ શકે છે.
ચીને તાજેતરમાં એક નવા સોલિડ રોકેટ મોટરનું પરીક્ષણ કર્યુ
આ રોકેટ 500 ટન વજનદાર સામાનને અંતરિક્ષમાં લઇ જઇ શકે છે
ચીનને આ રોકેટ દ્વારા પોતાના મિશન પાર પાડવામાં સહાયતા મળશે
આ રોકેટમાં 150 ટન સોલિડ ફ્યુલ ભરી શકાય છે
આ રોકેટ મોટરમાં 150 ટન સોલિડ ફ્યુલ ભરી શકાય છે. આ દુનિયાનું અત્યાર સુધીનુ સૌથી તાકાતવર અને મોટું રોકેટ છે. આ મોટરનો વિકાસ એકેડમી ઓફ એરોસ્પેસ સોલિડ પ્રોપલ્શન ટેકનોલોજી (એએએસપીટી)એ કર્યો છે. આ ચાઈના એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી કોર્પોરેશનનો ભાગ છે. વેબસાઈટ સ્પેસ ડોટ કોમે આ અંગે રિપોર્ટ જાહેર કર્યો છે.
500 ટનનો વજનદાર સામાન ઉપાડવામાં સક્ષમ
આ રિપોર્ટમાં સીએએસસીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે રોકેટનું પરીક્ષણ સફળ રહ્યું. આ રોકેટ પર 500 ટનનો વજનદાર સામાન નાખીને જોવામાં આવ્યો. આમ 115 સેકન્ડ સુધી ચાલ્યું. 500 ટનના ભારનું અનુમાન તમે આ બાબત પરથી લગાવી શકો છો કે એક હાથીનું અંદાજીત વજન પાંચ ટનની આજુબાજુ હોય છે. એવામાં ચીન આ રોકેટ દ્વારા લગભગ 100 હાથીના વજન જેટલો ભાર અંતરિક્ષમાં પહોંચાડી શકે છે. એએએસપીટી પ્રમુખ રેન ક્વાનબીનનું કહેવુ છે કે અમે મોટા સોલિડ એન્જિન રોકેટના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરથી આગળ છીએ અને આગામી સમયમાં અમે 1000 ટન વજન લઇ જવામાં સક્ષમ રોકેટ બનાવીશું. જેનાથી અંતરિક્ષ ટેકનિકમાં ચીન ઘણુ આગળ જઇ શકે છે. અંતરિક્ષે ક્ષેત્રે ચીન પોતાની ધાક પણ જમાવી શકે છે. મોટા અને મહાકાય રોકેટની મદદથી ચીનને પોતાના મિશન પાર પાડવામાં મોટી સહાયતા મળશે.
ભારતનું સૌથી તાકાતવર રોકેટ
ભારતની પાસે જે સૌથી તાકાતવર રોકેટ છે, જેનું નામ GSLV Mk III છે. GSLV Mk III એટલેકે જિયોસિક્રોનસ સેટેલાઈટ લોન્ચ વેહીકલ. જેને ઈસરોએ બનાવ્યું છે. જેનાથી ભારતના બીજા ચંદ્રયાનનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતુ. GSLV Mk III અંદાજે 4 ટન વજનના ઉપગ્રહને જિયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં મોકલી શકે છે. આ સિવાય આ રોકેટ પૃથ્વીની ભ્રમણકક્ષાની નજીકમાં 10 ટનના ઉપગ્રહને મોકલી શકે છે.