બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / to whom your partner is chatting most over whatsapp know with this simple trick

સરળ રીત / તમારી ગર્લફ્રેન્ડ વોટ્સએપ પર કોની સાથે કરે છે વધુ વાતો ? વોટ્સએપ પોતે જ ખોલશે રાજ, આસાન છે આ રીત

Pravin Joshi

Last Updated: 09:59 PM, 26 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સએપ પર એક સેટિંગ છે જેના દ્વારા એ ચેક કરી શકાય છે કે વોટ્સએપ પર સૌથી વધુ વાતચીત ક્યાં ચેટમાં થઈ છે. વોટ્સએપનો ઉપયોગ આપણે બધા વર્ષોથી કરીએ છીએ પરંતુ તેના પર ઘણા એવા ફીચર્સ છે જેની ખબર દરેકને નથી હોતી.

  • વોટ્સએપમાં આપી રહ્યું છે એક શાનદાર સુવિધા
  • સૌથી વધારે ચેટ કોની સાથે થાય તે પણ જાણી શકાશે
  • વોટ્સએપ સેટિંગમાંથી એકદમ સરળ રીતે મળશે માહિતી

આ સોશિયલ મીડિયાના જમાનામાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને મેસેજીંગ એપ વોટ્સએપ. આ એવી એપ છે કે જેનો મોટાભાગના લોકો ઉપયોગ કરી રહ્યા છે. તમને ખ્યાલ જ છે કે વોટ્સએપનો ઉપયોગ આપણે બધા વર્ષોથી કરીએ છીએ પરંતુ તેના પર ઘણા એવા ફીચર્સ છે  જેની ખબર  દરેકને નથી હોતી. વોટ્સએપ આપણા બધાની લાઈફલાઈનની જેમ બની ગયું છે અને તેના વગર કલ્પના કરવી મુશ્કેલ છે. વોટ્સએપ પર દિવસભર લોકો સાથે એટલી બધી વાતો થાય છે કે તેઓ કોની સાથે સૌથી વધુ વાત કરે છે તે જણાવવું પણ શક્ય નથી.

વોટ્સએપ પર કોની સાથે થાય છે સૌથી વધારે ચેટ ?

ઘણી વખત આપણે જોઈએ છીએ કે આપણા ઘરમાં આપણો પાર્ટનર (ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ અથવા પતિ કે પત્ની) દિવસભર સતત ફોન પર રહે છે.  મિત્રોનું જ ઉદાહરણ લઈ લો  જેઓ બધાની વચ્ચે રહીને પણ ફોન પર વાત કરતા રહે છે. આ સ્થિતિમાં ઘણી વખત મનમાં વિચાર આવે છે કે આખરે તે ફોનમાં શું જોતા હોય છે અથવા વોટ્સએપ પર કોની સાથે સૌથી વધુ ચેટ કરે છે. જો તમારે આ સવાલનો જવાબ મેળવવો હોય તો એકદમ સરળ છે. હવે તમે તમારા પાર્ટનર કે મિત્રો કોની સાથે વધારે ચેટ કરે છે તે એકદમ સરળ રીતે જાણી શકશો. તેના માટે તમારે કંઈ ખાસ કરવાની જરૂર નથી. પરંતુ તમે વોટ્સએપ સેટિંગમાંથી જ આ  વિશેની માહિતી સરળતાથી કરી શકશો. અમે તમને જણાવી દઈએ કે વોટ્સએપ પર એક સેટિંગ છે  જેના દ્વારા એ ચેક કરી શકાય છે કે વોટ્સએપ પર સૌથી વધુ વાતચીત ક્યાં ચેટમાં થઈ છે.

આવો જાણીએ  સ્ટેપ બાય સ્ટેપ માહિતી... 

  • સ્ટેપ 1- સૌથી પહેલા વોટ્સએપ ઓપન કરો. 
  • સ્ટેપ 2- ત્યારબાદ Settings પર ટેપ કરો. 
  • સ્ટેપ 3- પછી Data and Storage usage  પર જાઓ. 
  • સ્ટેપ 4- તમે ડેટા અને સ્ટોરેજ  પર ક્લિક કરશો તો તમે કોન્ટેક્ટ્સ લિસ્ટ જોઈ શકશો.  તે તમારી સામે રેન્કિંગ અનુસાર દેખાશે જેમાં સૌથી વધુ વાત થઈ છે. ઉદાહરણ તરીકે જે સૌથી પહેલી ચેટ હશે, તેને જોઈ સમજી શકાય કે તેની સાથે વધારે વાતચીત થઈ છે, કારણ કે તેમાં કંઝ્યૂમ થયેલો ડેટા તમારી સામે ચેટ નીચે લખેલો હશે. 
  • સ્ટેપ 5- તમે યૂઝરના નામ પર ક્લિક કરીને તમારા અને યૂઝર વચ્ચે શેર કરેલા ટેક્સ્ટ, સ્ટીકર્સ, તસવીરો, વીડિયોની સંખ્યા પણ જાણી શકો છો. 
  • સ્ટેપ 6- અહીંથી તમે સ્ટોરેજ ક્લિયર પણ કરી શકો છો અને સ્પેસ બચાવી શકો છો.

જરુરી વાત-  આ ફીચર એટલા માટે આપવામાં આવ્યું છે કે જેથી સ્ટોરેજને મેનેજ કરી શકાય. જો કે  અહીંથી એ પણ જાણી શકાય છે  કે કોની સાથે સૌથી વધુ વાતચીત થઈ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Feature WHATSAPP CHAT WhatsApp WhatsApp New Features partner simple trick WhatsApp feature
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ