Friday, July 19, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

લગ્ન કરવા છે કે નહીં? આ વિચારવામાં કેટલો સમય લે છે છોકરીઓ

લગ્ન કરવા છે કે નહીં? આ વિચારવામાં કેટલો સમય લે છે છોકરીઓ
છોકરો હોય કે છોકરી લગ્નનો નિર્ણય દરેક લોકો માટે મહત્વનો હોય છે. એવામાં લવ અથવા અરેન્જ મેરેજ વિચારીને જવાબ આપવો સ્વાભાવિક છે ખાસ કરીને છોકરીઓ માટે. લગ્ન કરે ના કરે અથવા ક્યારે કરે એવા પ્રશ્નો હંમેશા છોકરીઓને પરેશાન કરતા રહે છે પરંતુ હવે તમારે ચિંતા કરવાની કોઇ જરૂર નથી. તાજેતરમાં જ થયેલા સંશોધનમાં છોકરીઓને આ તમામ પ્રશ્નોના જવાબ શોધી લીધા છે. 

આ શોધ 2000 લોકો પર કરવામાં આવી છે જેમાં પરણિત અને અપરણિત બંને પ્રકારના લોકો સામેલ હતા. આ તમામ લોકોને કેટલાક પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. જેમ કે તમે કોઇને ડેટ કર્યું છે? શું તમે એની સાથે જ લગ્ન કર્યા? લગ્નનો નિર્ણય લેવામાં કેટલો સમય લાગ્યો? સંશોધનકર્તા એ પરિણામ પર પહોંચ્યા કે દરેક વ્યક્તિને લવ મેરેજનો નિર્ણય લેવામાં સરેરાશ 172 દિવસનો સમય લાગે છે. 
જો કોઇ અચાનક આ નિર્ણય લે છે તો કોઇ પરિણામ પર પહોંચતા પહેલા એમાં ઘણા ફેરફાર કરે છે. 

શોધમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો સિંગલ છે એમને લગ્ન કરવાના નિર્ણય માટે 210 નો સમય લાગ્યો. એમના પ્રમાણે કોઇની પણ સાથે રિલેશનશીપ શરૂ કર્યા બાદ પહેલા 3 મહિના 'હનીમૂન પીરિયડ'ની જેમ હોય છે જેમાં પાર્ટનરની દરેક વાત સારી લાગે છે પરંતુ ધીરે ધીરે લાઇફના સત્યો સામે આવવા લાગે છે. જ્યારે સિંગલ લોકો પાસે એવો કોઇ વિકલ્પ રહેતો નથી. જેના કારણે એ પ્રેક્ટિકલ સમજી વિચારીને લગ્નનો નિર્ણય લે છે. જેના કારણે તેઓને આ નિર્ણય સુધી પહોંચવામાં વધારો સમય લાગે છે. 

રિસર્ચર્સનું કહેવું છે કે છોકરો હોય કે છોકરી દરેક લોકોએ સમજી વિચારીને લગ્નનો નિર્ણય લેવો જોઇએ. લગ્ન જેવા નિર્ણયો ક્યારેય પણ ઊતાવળમાં લેવા જોઇએ નહીં. કારણ કે પ્રેમમાં પડ્યાના 3 મહિના બાદ તમને લગ્ન કરવાનું મન હોય તો 3 મહિનામાં આ નિર્ણયમાં ફેરફાર થાય એ નક્કી છે. 

લગ્ન સંબંધિત એક અધ્યયન પ્રમાણે લગ્ન માટે 29ની ઉંમર યોગ્ય છે. આ ઉંમરમાં છોકરા છોકરી શારીરિક નહીં પરંતુ માનસિક રીતે પણ તૈયાર હોય છે. એટલા માટે રિસર્ચરનું માનવું છે કે આ ઉંમરમાં લગ્નનો નિર્ણય બિલકુલ યોગ્ય છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ