Team VTV08:59 AM, 23 Jan 21
| Updated: 09:04 AM, 23 Jan 21
કહેવાય છે કે શનિદેવની પૂજા કરવાથી દરેક કષ્ટથી મુક્તિ મળે છે. જો તમે શનિવારે આ મંત્રનો પાઠ કરો છો તો શનિદેવના ક્રોધથી મુક્તિ મળી શકે છે.
શનિવારે કરો આ મંત્રજાપ
શનિદેવ થશે તમારા પર પ્રસન્ન
શનિદેવની કૃપાથી થાય છે મુશ્કેલીઓ દૂર
હિંદુધર્મમાં શનિવારે શનિદેવની પૂજાને ખાસ મહત્વ અપાયું છે. શનિદેવની પૂજા કરવાથી કષ્ટમાંથી મુક્તિ મળે છે. સાથે જે લોકો પર શનિની સાડાસાતી ચાલી રહી છે તેઓને પણ મોટી રાહત મળે છે.
શનિદોષથી મુક્તિ મેળવવા માટે મૂળ નક્ષત્રયુક્ત શનિવારથી શરૂ કરીને સાત શનિવાર સુધી શનિદેવની પૂજા કરવાની સાથે વ્રત કરવાથી લાભ થાય છે. પૂર્ણ નિયમાનુસાર પૂજા અને વ્રત કરવાથી શનિદેવની કૃપા મળે છે અને સાથે દુઃખ ખતમ થાય છે. શનિદેવના ક્રોધથી બચવું જરૂરી છે. નહીં તો મનષ્ય પર અનેક પ્રકારના દોષ લાગે છે. આ સિવાય તેમની પૂજા કરતી સમયે અનેક વાતનું ધ્યાન રાખવું પણ આવશ્યક છે.
જાણો શનિદેવને પ્રસન્ન કરવા માટે દથરથકૃત શનિ સ્ત્રોતનું ખાસ મહત્વ છે. આ મંત્રના જાપ સાથે શનિદેવની પૂજાથી ખાસ ફળની પ્રાપ્તિ થાય છે. તો આજથી 7 શનિવાર માટે નીચે આપેલા ખાસ મંત્રનો જાપ કરો શરૂ.