આ મહિલાનું નામ નીકીતા કીની છે. જેને તેના પિતાની યાદને હંમેશા પોતાની પાસે એક અલગ અંદાજમાં સાચવીને રાખી છે.
મૃત પિતાના કપડાંનો ઉપયોગ કરીને એક રજાઈ તૈયાર કરી.
એક રજાઈ તેને તેના ભાઈને આપી
નીકિતાના આ વિડીઓને ઇન્સ્ટાગ્રામમાં 8 મિલિયનથી વ્યૂસ મળ્યા
આપણાં પ્રિયજનો કે પરિવારજનોને ગુમાવવા એ ઘણી દુખદાયી ઘટના હોય છે. દરેક લોકોને આ વાત હંમેશા સત્યવતી રહે છે કે ક્યાંક મારા પ્રિયજનો કે પરિવારજનોને કશું થઈ ન જે અને આવતી ક્ષણે હું તેને જોઈ ન શકું એવું ન થાય. વ્યક્તિના જીવનમાં પ્રિયજનો કે પરિવારજનો મહત્વના વ્યક્તિઓ હોય છે જેના વિના જીવવાની કલ્પના માત્રથી પણ ડર લાગતો હોય છે. આ જીવન છે અંહિયા જે આવ્યા છે એક એકના એક દિવસ છોડીને જવાના જ છે. આ વાતની જાણ હોવા છતાં કોઈ તેને સ્વીકારી શકતું નથી. પ્રિયજનો કે પરિવારજનોના કોઈ સભ્ય જ્યારે છોડીને જે છે એના પછી એમની યાદોના સહારે લોકો આગળનું જીવન વિતાવે છે. હાલ એક મહિલાએ આ જ વિચારીને એવું કર્યું કે જોઈને તમને પણ આશ્ચર્ય થશે.
તેને તેના મૃત પિતાના કપડાંનો ઉપયોગ કરીને એક રજાઈ તૈયાર કરી. જે હવે હંમેશા તેની સાથે રાખશે જેનાથી એ તેના પિતાની હાજરી હંમેશા મહેસુસ કરી શકે. આ મહિલાનું નામ નીકીતા કીની છે. જેને તેના પિતાની યાદને હંમેશા પોતાની પાસે એક અલગ અંદાજમાં સાચવીને રાખી છે.
નીકીતાએ હાલ જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી એક વિડીયો શેર કર્યો છે જે જોઈને ઘણા લોકોની આંખોમાં પાણી આવી ગયા હતા. ઘણા લોકો એના આ વિડીઓના વખાણ પણ કરી રહ્યા છે અને હાલ એ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. નીકીતા એ તેના પિતાને ગુમાવ્યા પછી એમને ફેવરેટ શર્ટની રજાઈ બનાવીને તૈયાર કરી. તેને એક નહીં પણ બે રજાઈ બનાવી હતી. એક રજાઈ તેને તેના ભાઈને આપી અને બીજી રજાઈ તેને પોતાની પાસે રાખી. જેથી બંને તેના પિતાની ઉપસ્થિતિ મહેસુસ કરી શકે.
જોકે આ વિડીયો જોઈને લોકો ઘણા ઇમોશનલ થઈ ગયા હતા. લોકોએ કહ્યું કે પિતાની યાદને હંમેશા પોતાની પાસે એક અલગ અંદાજમાં સાચવીને રાખવાની આ ઘણી સારી રીત છે. નિકિતાના આ વિડીઓને ઇન્સ્ટાગ્રામમાં 8 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.