બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જલ્દી કરો! છેલ્લો દિવસ નજીક આવી ગયો, પછી નહીં મળે આધારને ફ્રીમાં અપડેટ કરવાનો મોકો, આપવા પડશે રૂપિયા
Last Updated: 08:22 AM, 11 June 2024
જો તમારી પાસે પણ 10 વર્ષ જૂનું આધાર કાર્ડ છે અને તે આ સમયગાળા દરમિયાન એકવાર પણ અપડેટ નથી થયું તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવા માટે સરકારે 14મી જૂન 2024ની તારીખ નક્કી કરી છે અને આ 14મી જૂન માટે માત્ર થોડા દિવસો બાકી છે.
ADVERTISEMENT
તમે આ તારીખ સુધી તમે તમારું આધાર ફ્રીમાં અપડેટ કરી શકો છો અને શક્ય છે કે 14 જૂન પછી આના માટે દંડ થઈ શકે છે. એટલે તમે 14 તારીખ પહેલા તમારું આધાર કાર્ડ અપડેટ કરાવી લો અને રાહતની વાત એ છે કે તમે ઘરે બેસીને પણ મોબાઈલ દ્વારા તમારું આધાર અપડેટ કરી શકો છો.
ADVERTISEMENT
મફતમાં આધાર અપડેટ કરવાની અંતિમ તારીખ 14 જૂન, 2024 છે. પહેલા આ સમયમર્યાદા 14 માર્ચ હતી, ત્યારબાદ UADAIએ તેને 14 જૂન સુધી લંબાવી હતી. જણાવી દઈએ કે ઓફલાઈન આધાર કેન્દ્રો પર આધાર અપડેટ કરવાનું ફ્રી નથી, આધારને માત્ર ઓનલાઈન ફ્રીમાં અપડેટ કરી શકાય છે અને એ પણ 14 તારીખ સુધી.
ઓનલાઈન આધાર અપડેટ નથી કરવા માંગતા તો આધાર સેન્ટરમાં જઈને પણ અપડેટ કરાવી શકો છો પણ તેના માટે તમારે 50 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.