બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / to get maa lakshmi blessings on dhanteras 2022 buy jhadu and those things

તમારા કામનું / ધનતેરસ પર સોના-ચાંદી ખરીદવાનું બજેટ ના હોય તો કરો આ વસ્તુઓની શોપિંગ, ગરીબી થશે દૂર

Arohi

Last Updated: 11:47 AM, 14 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધનતેરસના દિવસે કુબેર દેવ, મા લક્ષ્મી અને ધન્વંતરી દેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી ભક્તોને જીવનભર લક્ષ્મીજીની કૃપા મેળે છે.

  • ધનતેરસના દિવસે આ રીતે કરો માતા લક્ષ્મીની પૂજા 
  • ધનતેરસના દિવસે સોનું-ચાંદી ખરીદવું હોય છે શુભ 
  • સોનું-ચાંદી ન ખરીદી શકાય તો કરો આ વસ્તુઓની ખરીદી 

હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર સૌથી મોટો માનવામાં આવે છે. પાંચ દિવસીય દિવાળીની શરૂઆત ધનતેરસના દિવસેથી થાય છે અને ભાઈ બીજના દિવસે સમાપ્ત થાય છે. આ વખતે તીથીઓ ભેગી હોવાના કારણે કાળી ચૌદસ અને દિવાળી એક જ દિવસે છે. ધનતેરસના દિવસે કુબેર દેવ, મા લક્ષ્મી અને ધન્વંતરી દેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી ભક્તો જીવનભર લક્ષ્મીજીની કૃપા મેળવે છે.

ધનતેરસે ખરીદી કરવાની માન્યતા 
ધનતેરસના દિવસને લઈને ઘણી માન્યતાઓ છે. આ દિવસે વાસણો ખરીદવાની પણ માન્યતા છે. એવું કહેવાય છે કે આ દિવસે જે વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે તે 13 ગણી વધી જાય છે. આ દિવસે લોકો સોના-ચાંદી, વાહન, મકાન, વાસણો વગેરેની ખરીદી કરે છે. 

ઘણીવાર સાંભળવા મળે છે કે ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી કરવામાં આવે છે. પરંતુ જો તમે સોનું અને ચાંદી ખરીદી શકતા નથી, તો આ દિવસે કેટલીક અન્ય વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો.

સાવરણી 
હિન્દુ ધર્મમાં સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં નવી સાવરણી લાવવાની પણ પરંપરા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. જો તમે સોનું અને ચાંદી ખરીદી શકતા નથી, તો સાવરણી ખરીદો.

ગોમતી ચક્ર 
મા લક્ષ્મીને ગોમતી ચક્ર ખૂબ જ પ્રિય છે. જો તમે ધનતેરસના દિવસે ગોમતી ચક્ર ઘરે લાવીને તેની પૂજા કરો છો તો મા લક્ષ્મી તેનાથી પ્રસન્ન થાય છે. જો તમે આ ગોમતી ચક્રોને જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો છો તો ક્યારેય પૈસાની કમી નહીં આવે.

ધાણા 
એવું માનવામાં આવે છે કે આ દિવસે આખા ધાણા ખરીદવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે આખા ધાણા લાવીને દેવી લક્ષ્મીને અર્પણ કરો. બાદમાં તેને બગીચામાં, ખેતરમાં અથવા કુંડામાં વાવો. આનાથી તમારા ઘરમાં કોઈપણ પ્રકારની કમી નહીં રહે.

પીતળના વાસણ 
ધનતેરસના દિવસે પિત્તળના વાસણો ખરીદવાની પરંપરા છે. આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. પૈરાણિક કથા અનુસાર જ્યારે સુમદ્ર મંથન દરમિયાન ધનવંતરી દેવી પ્રગટ થયા હતા, ત્યારે તેમના હાથમાં અમૃતનું કળશ હતું જે પિત્તળની ધાતુનો હતો. તેથી આ દિવસે પિત્તળ ખરીદવું શુભ માનવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Blessings Maa Lakshmi dhanteras 2022 ધનતેરસ સોના-ચાંદી dhanteras 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ