બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / Mahamanthan / અધિકારીઓને ભાંડવાના, સરકાર પાસે કામ કરાવી લેવાનું? ધારાસભ્યો વિશે જનતા શું માને છે?
Last Updated: 09:34 PM, 15 June 2024
મતવિસ્તારમાં જનતાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય ખુદ સરકાર હોય છે. ગામડાના માણસોને અધિકારીઓ અને નેતાઓની વચ્ચે સત્તાની વહેંચણીમાં ખબર હોતી નથી. નાગરિક એવું માને છે કે એના પ્રશ્નો એ ધારાસભ્યને કહી દે એટલે સમાધાન આવી જ જાય. એ અપેક્ષા છે પણ જનતા રાખે છે. ક્યારેક એવું પણ બને છે કે ધારાસભ્ય પોતે તલાટી, મામલતદાર, ચીફ ઓફિસર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, કાર્યપાલક એંજીનીયર કે શિક્ષણ વિભાગના અધિકારીને જનતાના પ્રશ્નોના સમાધાન માટે કહેતા હશે, પણ એ કામ ના થાય એટલે જાહેરમાં તતડાવી નાખે, કોઈ ટેકેદાર વીડિયો ઉતારતો હોય, આપણને એવું લાગે કે ધારાસભ્ય જનતાના કામને લઈને ખૂબ જ ગંભીર છે. પણ, સવાલ એટલો છે કે જનતાને એની સમસ્યાના સમાધાનથી મતલબ છે. જાહેરમાં ખખડાવ્યા પછી પ્રશ્નનું સમાધાન થયું કે નહી, એનો જવાબ મળવો જોઈએ.
ADVERTISEMENT
વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપના બે ધારાસભ્યો અધિકારીઓ કામ નથી કરતા એવી ફરિયાદો કરી રહ્યાં છે. કેમેરાની સામે બોલે, માધ્યમો જવાબદારીના ભાગરૂપે ધારાસભ્યની વાત ટીવીમાં બતાવશે. પણ આ ધારાસભ્યો કોઈદિવસ કોઈ અધિકારીનું નામ નહી લે, ક્યા મુદ્દે અધિકારી કામ નથી કરતા એની વાત પણ નહી કરે. તો સવાલ એ છે કે ધારાસભ્યો કેમેરાની સામે પોતે કાર્યદક્ષ છે, અને અધિકારી કામ નથી કરતા એવું કહી તો દેશે, વાસ્તવમાં ક્યું કામ ન કર્યું, જેનાથી જનતાનું નુકસાન છે એ નહી બોલે. માણાવદરના ધારાસભ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે, ચૂંટાયા છે, હવે એમને પણ જોમ આવ્યું છે. પ્રજાના પ્રશ્નો માટે રોડ પર ચીફ ઓફિસરને બેસાડીને ચોર કહી રહ્યાં છે. તો, શું ધારાસભ્ય રોડ પર અધિકારીઓને ભાંડશે, ચોર કહેશે તો જનતાના પ્રશ્નોનું સમાધાન થઈ જશે. IAS અધિકારી આયુષ ઓકને સરકારે જમીન કૌભાંડ કેસમાં સસ્પેન્ડ કર્યા, સસ્પેન્ડેડ અધિકારીને કોઈ ફરજ સ્થળે હાજર કરાવવાના નિયમ મુજબ પાટણ હેડક્વાટરમાં મુક્યા, તો કોંગ્રેસના ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર લખી રહ્યાં છે કે આ IAS અધિકારીને કારણે એમના જિલ્લાની છાપ બગડી રહી છે. ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર લખીને સંતોષ તો માને, પણ એને સજાગ રહીને ત્યાં કાંઈ ખોટું ના થાય એની જવાબદારી લેવી જોઈએ. કાંઈ ખોટું થાય તો જાહેરમાં કેસ વિશે વાત કરવી જોઈએ. આ તો પરંપરા એ બની રહી છે કે મુખ્યમંત્રીને પત્ર લખી નાખ્યો એટલે જનતાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્યની જવાબદારી પુરી થઈ ગઈ.
ADVERTISEMENT
કેમેરાની સામે અધિકારી સાથે બે કડક શબ્દોમાં વાત કરી લીધી અને વીડિયો ઉતારી લીધો તો ધારાસભ્ય એમ માની રહ્યાં છે કે પ્રશ્નના સમાધાન બરાબર જ આ વીડિયો છે, અને અધિકારીને જાહેરમાં તતડાવી નાખ્યા એ કામ થયા બરાબર જ છે. આ સંસ્કૃતિમાંથી ગુજરાતના નેતાઓ અને અધિકારીઓએ નિકળવાની જરૂર છે. નહી તો એવું થશે કે જનતા ધારાસભ્યોના આ વર્તનથી આનંદમાં રહેશે અને એક નઠારી પરંપરાના આપડે બધા વાહક બની જઈશું. જ્યાં કેમેરાની સામે કાંઈક બોલી દેવું એ એકમાત્ર કામ ગણાશે.
અરવિંદ લાડાણી અધિકારી પર કેમ ગુસ્સે થયા?
માણાવદરનાં ધારાસભ્ય અરવિંદ લાડાણી જનતા દરબારમાં અધિકારીઓ પર વિફર્યા હતા. પ્રિ-મોન્સૂન કામગીરી સહિતનાં મુદ્દે માણાવદર અરવિંદ લાડાણી હતા. માણાવદરમાં મુલાકાતને લઈને જનતા દરબાર યોજ્યો હતો. સરકારી કામની બાબતે અકળાયા અને ખખડાવ્યા હતા. ભંગારનો સામાન વેચાવામાં ભ્રષ્ટ્રાચાર થયો તેવો લાડાણીએ દાવો કર્યો છે. ચીફ ઓફીસર, મામલદારને લાડાણીએ ખખડાવ્યા. લોખંડ, તાંબા અને પસ્તી 5 રૂપિયાનાં ભાવમાં આપી ભ્રષ્ટ્રાચાર કર્યો. ભંગાારનાં ભ્રષ્ટ્રાચારનો હવાલો આપી બાકી બિલનો દાખલો આપ્યો. ચીફ ઓફીસર બાકી બિલી વાત પર સહમત થયા અને ભૂલ સ્વીકારી. ચીફ ઓફીસરે કાન પકડીને તેની ભૂલ સ્વીકારી છે.
યોગેશ પટેલના શું આક્ષેપ છે?
માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે જમીન કૌભાંડનો કર્યો આક્ષેપ છે. કલેક્ટર તાબાના અધિકારીઓએ ગેરરીતિ કરી ખોટા હુકમો કર્યા. વડોદરા શહેરના ખેડૂતો, નાગરિકો અને બિલ્ડરોએ મને રજૂઆત કરી હતી. મારી પાસે ઠોસ પુરાવા નહી હોવાથી પુરાવા મેળવ્યા બાદ કરી રજૂઆત. કલેક્ટરને બિજલ શાહને પત્ર લખી જમીન કૌભાંડની વિગતો માગી. 3 વર્ષમાં નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવા થયા પ્રિમિયમના ગોટાળા . બોગસ ખેડૂત, બિન ખેડૂતના હુકમો કરાવી જમીન પચાવી પાડવાનું કૌભાંડ છે. સરકારી જમીન અન્ય લોકોને પધરાવી કરોડો રૂપિયા લઈને હુકમો કર્યા છે. સરકારી જમીન પધરાવાના કેસમાં અનેક અધિકારીઓની સંડોવણી. વડોદરા જિલ્લાના જમીન કૌભાંડ એક અઠવાડિયામાં જાહેર કરો. કૌભાંડ કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી પૈસા વસૂલ કરો. માધ્યમોમાં જમીનના સર્વે નંબર સાથે માહિતી હોવાથી કલેક્ટરે શોધવાની જરૂર નથી. મહેસૂલી કાયદામાં અધિકારીઓ ખોટું અર્થઘટન કરી કૌભાંડ કરી રહ્યા છે. વડોદરા જિલ્લામાં અંદાજે 1500 કરોડનું કૌભાંડ થયુ હોવાની શક્યતા.
કેતન ઇનામદારે શું કહ્યું?
સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર યોગેશ પટેલના સમર્થનમાં આવ્યા છે. બોગસ ખેડૂતોને મુદ્દો મે 6 મહિના પહેલાં ઉઠાવ્યો હતો. બોગસ ખેડૂતો સામે ફરિયાદની સાથે અધિકારીઓ સામે પગલા લેવાવા જરૂરી. નાના માણસોને હંમેશા ધક્કા ખવડાવાય છે. મોટા સ્કેન્ડલમાં કોઈ નિયમ આડે નથી આવતા. અધિકારીઓના કારણે સરકારની છાપ બગડે છે. નિયમો પ્રમાણે કામ કર્યું હોત તો મોટી ઘટનાઓ બની ન હોત. સરકાર અધિકારીઓને ચલાવી ન લે તે જરૂરી છે.
વડોદરા ભાજપ પ્રમુખે યોગેશ પટેલને શું કહ્યું?
ધારાસભ્યએ બિનખેતી અંગે ખુલ્લો પત્ર લખ્યા બાદ વિવાદ છે. ધારાસભ્ય યોગેશ પટેલેને શહેર પ્રમુખ ડૉ.વિજય શાહની સલાહ. 'યોગેશ પટેલે અન્ય સળગતા પ્રશ્નોની આગેવાની લેવી જોઇએ'. ભાજપનાં બંને નેતાઓ વચ્ચે વિવાદથી ગરમાયું રાજકારણ. યોગેશ પટેલ કેમ હરણી બોટકાંડ પર મૌન રહ્યા તે સવાલ ઉઠ્યા. શહેરમાં PPP ધોરણમાં ચાલતાં ભ્રષ્ટાચાર પર યોગેશ પટેલ કેમ નથી બોલતા? અચાનક જમીન માલિક અને બિલ્ડરો પર યોગેશ પટેલનો પ્રેમ કેમ ઉભરાયો? યોગેશ પટેલ 7 વખતથી ધારાસભ્ય હોવા છતાં કેમ વડોદરા વિકાસમાં પાછળ રહ્યો? મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ પણ વડોદરા વિકાસમાં પાછળ છે એમ બોલ્યા હતા.
IAS અધિકારી આયુષ ઓક સામે રોષ!
ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે મુખ્યમંત્રીને લખ્યો પત્ર છે. 2 હજાર કરોડની જમીન કૌભાંડના આરોપમાં ઘેરાયેલા છે આયુષ ઓક. આયુષ ઓકની પાટણમાં બદલીથી દુઃખ સાથે ચિંતા છે. આવા અધિકારી પાટણની જનતાને ઇમાનદારી પૂર્ક ન્યાય ન આપી શકે. વિવાદિત અને ગંભીર આરોપથી ઘેરાયેલા અધિકારીને પાટણમાં ન મૂકવા માંગ છે. પાટણ જિલ્લામાં કોઇ પણ જગ્યાએ ફરજ પર ન મૂકવા માગ છે. ધારાસભ્ય તરીકેની પ્રજા હિતમાં માગ છે. માગણી સંતોષવામાં નહીં આવે તો પાટણની જનતા સાથે વિરોધ દર્શાવીશું. પાટણમાં સરકારી અધિકારી આવે તે પ્રામાણિક અને નિષ્પક્ષ વાચા આપનારા હોવા જોઇએ.
વિમલ ચુડાસમાએ લખેલા DGPના પત્રમાં શું?
સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્ર લખ્યો છે. દારૂનું વેચાણ બેરોકટોક થતું હોવાનો આક્ષેપ કર્યો છે. વેરાવળ,ભીડિયા,પાટણમાં દારૂ બેફામ વેચાઇ રહ્યો છે. ક્રિકેટના સટ્ટા પણ મોટાભાગે ચાલે છે. વેરાવળમાં બંદર વિસ્તાર,ખારાકૂવાની બાજુમાં,બંદર રોડ પર ઇંગ્લિશ દારૂ વેચાય છે. રાયલી ગોડાઉન સામેની ગલી,પાટણ અને ભીડીયાના ધોબી ચકલાવાળી ગલીમાં દારૂ વેચાય છે. સાગર ચોકમાં પણ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ દારૂ વેચાતો હોવાનો આરોપ છે. પોલીસ કોઇ એકશન ન લેતી હોવાનો ધારાસભ્યનો આરોપ છે. ટેલિફોનિક જાણ કરી હોવા છતા રેડ કરવામાં આવી નથી. જિલ્લા પોલીસની મંજૂરીથી દારૂ વેચાતો હોય તેવો આક્ષેપ કર્યો છે. બુટલેગરો ભય વિના દારૂ,ડ્રગ્સનું વેચાણ કરી રહ્યાં છે. યુવા પેઢી બરબાદ થઇ રહી છે. દેવામાં ડૂબેલા યુવાનો આત્મહત્યા કરે છે. તાત્કાલિક આ બધી પ્રવૃતિને લઇને યોગ્ય કાર્યવાહી કરાવાનો આદેશ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.