ઉનાળામાં સ્મૂદી અને તરબૂચ જેવા ફૂડ્સનું વધારે સેવન કરવામાં આવે છે. આ ફળ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પૌષ્ટિક પણ હોય છે. તેનાથી વ્યક્તિ એનર્જેટિક રહે છે.
ઉનાળામાં પીવો આ ડ્રિન્ક્સ
રહેશો એકદમ એનર્જેટિક
સ્મૂદી અને તરબૂચ જેવી વસ્તુઓનું કરો સેવન
કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો અલગ અલગ રીત અપનાવે છે. એવામાં તમે કોઈ પણ પ્રકારની ઠંડી અને હેલ્દી ડ્રિન્ક્સનું સેવન પણ કરી શકો છો. આ તમને ગરમીથી રાહત આપવાનું કામ કરે છે. સાથે જ તમને હેલ્દી રાખવામાં પણ મદદ કરે છે. તમે ગરમીમાં ફળ અને શાકભાજીના જ્યુસ અથવા સ્મુદીને ડાયેટમાં શામેલ કરી શકો છો.
સંતરાનો જ્યુસ
લીંબુ અને સંતરાથી બનેલી ડ્રિન્ક્સ વિટામિન સીથી ભરપુર હોય છે. ગરમીઓને મ્હાત આપવા માટે તમે સંતરાના જ્યુસનું સેવન કરી શકો છો. તેને બનાવવું ખૂબ જ સરળ છે. તેમાં તમે એનર્જેટિક મહેસુસ કરશો. આ ન ફક્ત ઈમ્યુનિટી વધારવાનું કામ કરે છે પરંતુ તમારી ત્વચાને પણ હેલ્દી બનાવવામાં મદદ કરે છે.
તરબૂચનો જ્યુસ
ઉનાળામાં સારી રીતે હાઈડ્રેટેડ રહેવું જરૂરી છે. તરબૂચમાં લગભગ 90 ટકા પાણી હોય છે. તેમાં વિટામિન A અને વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે. આ શરીરને હાઈડ્રેટેડ રાખે છે. આ ગ્લાસ તરબૂચના જ્યુસને પીવા બાદ તમે હાઈડ્રેટેડ રહી શકો છો. પેક્ડ જ્યુસની જગ્યા પર ઘરમાં બનેલા જ્યુસનું જ સેવન કરો. આ પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ ડ્રિન્ક ખૂબ જ હેલ્દી અને સ્વાદિષ્ટ હોય છે. આ વજન ઓછુ કરવામાં પણ તમારી મદદ કરે છે.
મેંગો સ્મૂદી
કેરી ઉનાળામાં લોકોની ફેવરેટ હોય છે. તમે દૂધ અને કેરીનો ઉપયોગ કરીને એક સ્વાદિષ્ટ મેંગો સ્મૂદી બનાવીને તેનું સેવન કરી શકો છો. આ પોષક તત્વોથી ભરપુર હોય છે. ગરમીની સીઝનમાં તમે ડ્રિન્કને મહેમાને પણ સર્વ કરી શકો છો.
સ્ટ્રોબેરી સ્મૂદી
સ્ટ્રોબેરીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. આ વજન ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી તમને મોડા સુધી પેટ ભરેલુ રહેશે. આ તમને વધુ ખાવાથી રોકશે. તેમાં કેલેરીનું પ્રમાણ વધારે હોય છે. સ્ટ્રોબેરી સ્મૂદી ફક્ત સ્વાદિષ્ટ જ નહીં પરંતુ પૌષ્ટિક પણ હોય છે. આ એક હેલ્દી અને સ્વાદિષ્ટ ડ્રિંક છે.