બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / TMKOCના 'બબીતાજી'એ કેમ 5 મહિના સુધી 'ઐય્યર' સાથે વાત નહોતી કરી? જુઓ વીડિયો
Last Updated: 04:47 PM, 22 June 2024
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષથી ભારતના દરેક ઘરમાં જોવાતો શો છે. છેલ્લા 14 વર્ષ અને 4000 એપિસોડ્સથી આ શો કરોડો પરિવારોને ખડખડાટ હસાવી રહ્યો છે. એટલે સુધી કે શોના પાત્રોના નામથી જ હવે ફેન્સ તેના એક્ટર્સને ઓળખે છે. આ શોઝના એક્ટર્સની ફીઝ, તેમની લાઈફસ્ટાઈલ, શોનું કાસ્ટિંગ જેવી ઘણી વાતો અત્યાર સુધી મીડિયામાં ચર્ચાઈ છે. પણ શું તમને એ ખબર છે કે દયાભાભીને હે મા માતાજી કરતા કોણે શીખવ્યું? શું તમને એ ખબર છે કે ચંપકચાચા કેમ વિચિત્ર રીતે ડાન્સ કરે છે?
ADVERTISEMENT
જો કે, સૌથી ઈન્ટ્રેસ્ટિંગ વાત એ છે કે શોમાં બબીતાનું પાત્ર ભજવી રહેલા મુનમુન દત્તા આ પાત્ર નહોતા ભજવવાના. શોના સૌથી પહેલા 500 એપિસોડના ડિરેક્ટર ધર્મેશ મહેતાના કહેવા પ્રમાણે શોના પ્રોડ્યુસર આસિત મોદી અને ડિરેક્ટર ધર્મેશ મહેતાની પસંદ બબીતાના પાત્ર માટે જુદી જુદી હતી. ધર્મેશભાઈને મુનમુન દત્તાને કાસ્ટ કરવા હતા અને આસિત મોદીને બીજા એક્ટ્રેસ પરફેક્ટ લાગતા હતા. જો કે આખરે પસંદગીનો કળશ સર્વાનુમતે મુનમુન દત્તા પર ઢોળાયો. પરંતુ મુનમુન દત્તાનું ફોકસ ત્યારે ફિલ્મો કરવા પર હતું, એટલે ધર્મેશ મહેતાએ તેમને સમજાવ્યા અને ત્યાર બાદ મુનમુન દત્તા બબીતાના રોલ માટે તૈયાર થયા. રેસ્ટ ઈઝ હિસ્ટ્રી!
ADVERTISEMENT
જો કે હજીય બબીતાના પતિના પાત્ર ઐય્યરનું કાસ્ટિંગ બાકી હતું અને હાલ ઐય્યરનું પાત્ર ભજવી રહેલા તનુજ મહાશબ્દે ત્યારે ડિરેક્ટર ધર્મેશ મહેતાના ફોર્થ આસિસટન્ટ હતા. ધર્મેશભાઈને સેટ પર એક દિવસ વિચાર આવ્યો કે તનુજને બબીતાના પતિના રોલમાં કાસ્ટ કરીએ. એમણે આ વિચાર આસિત મોદીને કહ્યો. બધા સહમત થયા. પરંતુ મુનમુન દત્તા એ સ્વીકારવા તૈયાર નહોતા કે ઐય્યરના પાત્રમાં તનુજ મહાશબ્દે હોઈ શકે. એટલે સુધી કે બબીતા એટલે કે મુનમુન દત્તાએ તનુજ મહાશબ્દે સાથે સેટ પર 4-5 મહિના સુધી વાતચીત જ નહોતી કરી.
વધુ વાંચો: સોસાયટી રિડેવલપમેન્ટમાં જવાની છે, તો આ નિયમો જાણી લેજો
આવી તો અનેક ઈન્સ્ટ્રેસ્ટિંગ વાતો છે, જે તાજેતરમાં જ VTVGujarati.comના પોડકાસ્ટમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પહેલા 500 શૉના ડિરેક્ટર ધર્મેશ મહેતાએ કરી છે. જો તમે પણ હજી સુધી આ પોડકાસ્ટ નથી જોયું, તો તમારા ફોનમાં VTVGujarati.comની લેટેસ્ટ મોબાઈલ ફ્રેન્ડલી એપ ડાઉનલોડ કરીને VTV Podcastના લેટેસ્ટ એપિસોડ્સ જોઈ શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનોરંજન / ‘ખોટું નથી બોલતી…’, Rj Mahvash એ ચહલ સાથે ડેટિંગની ચર્ચા વચ્ચે કરી જોરદાર પોસ્ટ
Ajit Jadeja
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.