બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / tmkoc producer on shailesh lodha exit show woould not stop new taarak mehta will come

રિએક્શન / નવા તારક મહેતા આવશે પણ શો બંધ નહીં થાય, શૈલેષ લોઢાની વિદાય પર બોલ્યા TMKOC ના પ્રોડ્યુસર

Premal

Last Updated: 04:35 PM, 7 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શૈલેશ લોઢાનુ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાંથી જવુ છેલ્લાં થોડા દિવસમાં ખૂબ ચર્ચામાં રહ્યું. શૈલેશ લોઢાના જવાના અહેવાલ પર નિર્માતા તરફથી કોઈ જવાબ આવ્યો નથી. પરંતુ હવે પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ શૈલેશની વિદાય પર વાત કરી છે.

  • શૈલેશ લોઢાની વિદાયના પર નિર્માતા તરફથી કોઈ જવાબ આવ્યો નથી
  • હવે પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ શૈલેશની વિદાય પર વાત કરી
  • અમે ભેગા રાખવા માંગી છીએ તેમ છતાં જવુ હોય તો શો રોકાશે નહીં

શૈલેશ લોઢા હવે કાસ્ટમાંથી અલગ થયા 

ટીવીના સૌથી લોકપ્રિય શોમાં રહેલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લાં થોડા મહિનાથી ચર્ચામાં રહ્યો છે. જો કે, તેમાં પ્રંશસકોને ખુશ થવાનુ કોઈ કારણ નથી. છેલ્લાં થોડા દિવસથી અહેવાલ આવી રહ્યાં છે કે શોમાં તારક મેહતાનુ પાત્ર નિભાવનારા શૈલેશ લોઢા હવે કાસ્ટમાંથી અલગ થયા છે. 

શૈલેષ કેમ ગયા?

રિપોર્ટસમાં સામે આવ્યું કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર એક્ટર્સ સાથે જે કોન્ટ્રાક્ટ સાઈન કરાવે છે, તેમાં એક નિયમ એવો પણ છે કે જ્યા સુધી તેઓ શોમાં છે ત્યાં સુધી કોઈ અન્ય પ્રોજેક્ટ પર કામ નહી કરે. એવામાં શૈલેશ નહીં બીજા ઘણા અભિનેતા પણ શો માટે શૂટ કર્યા બાદ મહિનાના બાકી દિવસમાં કોઈ બીજુ કામ કરી શકતા નથી. જ્યારે તેમની પાસે ઘણો સમય હોય છે. કહેવામાં આવ્યું છે કે શૈલેશે નિર્માતા પાસેથી તારક મેહતા…ના શૂટની સાથે-સાથે પોતાના નવા શોમાં કામ કરવાની મંજૂરી માંગી હતી. પરંતુ તેમને કહેવામાં આવ્યું કે જો તેમને આ મંજૂરી આપવામાં આવી તો બાકી કલાકારોના કોન્ટ્રાક્ટ પણ બદલવા પડશે. તેથી શૈલેષને કોન્ટ્રાક્ટમાં છૂટ આપવામાં ના આવી અને તેમણે શો છોડી દીધો. 

પ્રોડ્યુસર અસિત કુમાર મોદીનુ રિએક્શન 

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસરે એક ફેન પેજ સાથે વાતચીત કરતા કહ્યું, જુઓ, જેમકે મેં પહેલા પણ કહ્યું છે, હું બધાને સાથે રાખવા માંગુ છુ. પરંતુ જો કોઈ કલાકાર સાથે આવવા ના માંગતા હોય અને તેનુ પેટ ભરાઈ ગયુ હોય. તેમને લાગે છે કે આપણે ઘણુ બધુ કરી નાખ્યું અને બીજુ કરવુ જોઈએ. અમને ભગવાને ઘણી પ્રતિભા આપી છે. અમારે માત્ર તારક મેહતા કકા ઉલ્ટા ચશ્મા સુધી મર્યાદિત રહેવાનુ નથી. તેઓ સમજવા માંગતા નથી. હું તેમ છતા તેમને કહુ છુ કે ભાઈ વિચારો-સમજો. પરંતુ જો નહીં આવો તો જરૂર, શો રોકાશે નહીં.
 

સંકળાયેલા મુદ્દાઓ

Shailesh Lodha TMKOC TMKOC Producer TMKOC Producer Asit Modi TMKOC Producer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ