બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / TMKOC monika bhadoriya bawari says makers torcher made her feel to commit suicide

ના હોય! / TMKOC માં એટલું ટૉર્ચર કરતાં કે આપઘાત કરી લેવાનું...: 'બાવરી' મોનિકા ભદોરીયાના નવા શૉકિંગ ખુલાસા

Arohi

Last Updated: 12:50 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TMKOC Monika Bhadoriya: ટીવી એક્ટ્રેસ મોનિકા ભદૌરિયા સતત 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના મેકર્સ પર આરોપ લગાવી રહી છે. પહેલા તેણે કહ્યું હતું કે તેને કૂતરાઓની જેમ ટ્રીટ કરવામાં આવતી હતી અને હવે તેણે દાવો કર્યો છે કે સેટ પર જે પ્રકારે વહેવાર કરવામાં આવતો હતો તેના કારણે તેને આત્મહત્યા કરવાના વિચાર આવતા હતા.

  • તારક મહેતાની જૂની બાવરીએ કર્યો ચોંકાવનારો ખુલાસો 
  • કહ્યું TMKOCના સેટ પર કરવામાં આવતો ખરાબ વહેવાર 
  • તેના કારણે આવતા હતા આત્મહત્યા કરવાના વિચાર 

TMKOC સતત ચર્ચામાં છે. જે લોકોના કારણે શૉને આટલું નામ મળ્યું હવે તે લોકો જ શૉને લઈને ઘણા ચોંકાવનારા ખુલાસાઓ કરી રહ્યા છે. પહેલા શૈલેષ લોઢા અને પછી જેનિફર મિસ્ત્રીએ આસિત મોદી પર આરોપ લગાવ્યા હતા. ત્યાર બાદ ધીરે ધીરે બીજા પણ કો-એક્ટર્સે ખુલાસાઓ કરવાનુ શરૂ કર્યું. 

 

તેમાં એક નામ બાવરીનું પણ છે. જેમાં રોલ મોનિકા ભદૌરિયા નિભાવી રહી હતી. તેમણે પણ શોના પ્રોડ્યુસર આસિત મોદીના વિશે ઘણુ બધુ કહ્યું હતું. તેમણે હવે કહ્યું કે શૉ વખતે તેમના મનમાં આત્મહ્તાય કરવાના વિચાર આવતા હતા. આટલું જ નહીં પહેલા તેમણે આરોપ લગાવ્યો હતો કે મેકર્સ તેમને ત્રણ મહિનાનું પેમેન્ટ નથી આપતા. જે લગભગ 4થી 5 લાખ રૂપિયા સુધીનું છે. 

મોનિકાએ જણાવ્યું સેટ પર કેવા દિવસો પસાર કર્યા 
એક ઈન્ટરવ્યૂમાં મોનિકા ભદૌરિયાએ TMKOC વિશે વાત કરી હતી કે સેટ પર તેમની સાથે કેવો વહેવાર કરવામાં આવતો હતો. તેમણે તે બન્નેને નરક જેવું જણાવ્યું હતું. સાથે જ દાવો કર્યો હતો કે જ્યારે તેમના માતાની કેન્સરની સારવાર ચાલી રહી હતી ત્યારે પણ મેકર્સ અનસપોર્ટિવ હતા. 

તેણે કહ્યું, "જો હું એમ કહી દઉ કે આજે હું કામ કરવાની સ્થિતિમાં નથી તો મને મજબૂરીમાં આવવા માટે કહેવામાં આવતું હતું અને સૌથી ખરાબ વાત એ હતી કે શૂટ પર આવ્યા બાદ મારે રાહ જોવી પડતી હતી કારણ કે કંઈ કરવા માટે ન હોય."

મેકર્સની વાતોના કારણે હર્ટ થઈ મોનિકા
ત્યાં જ એક ઈન્ટરવ્યૂમાં મોનિકાએ જણાવ્યું હતું. "હું ઘણી ફેમિલી પ્રોબ્લેમ્સમાંથી પસાર થઈ છું. મેં પોતાની માતા અને દાદી બન્નેને ગુમાવ્યા છે. આ બન્ને ખૂબ જ ઓછા સમયમાં મને છોડીને જતા રહ્યા. બન્ને મારો સહારો હતા. તેમણે મારો સારા ઉછેર કર્યો છે. હું તેમના જવાના દુખથી બહાર ન હતી આવી શકતી અને મને લાગતું હતું કે મારી લાઈફ હવે પુરી થઈ ગઈ છે."

મોનીકાએ જણાવ્યું, "તે સમયે હુ તારક મહેતામાં કામ કરી રહી હતી અને તે પણ ખૂબ જ ટોર્ચર હતું. આ બધાના કારણે મારા મનમાં ખયાલ આવવા લાગ્યો હતો કે મારે આત્મહત્યા કરી લેવી જોઈએ. મેકર્સે કહ્યું કે તેમના પિતાનું મોત થવા પર અમે પૈસા આપ્યા. અમે તેમની માતાની બિમારીની સારવાર માટે પૈસા આપ્યા. તો બધા શબ્દોએ મને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું હતું."

પેરેન્ટ્સને સેટ પર લાવવા માંગતી હતી મોનિકા 
મોનિકા ભદૌરિયાએ આગળ કહ્યું કે જે રીતે તેની સાથે સેટ પર વહેવાર થતો હતો. તેના બાદ તો તેણે શૉને છોડવાનો નિર્ણય કરી લીધો હતો. તેણે જણાવ્યું કે પોતાના પેરેન્ટ્સને આ શોના સેટ પર લાવવાનું તેનું સપનું હતું. પરંતુ સેટનું એટમોસફિયર જોયા બાદ મેં તેમને ક્યારેય સેટ પર આવવા માટે ન કહ્યું. 

પરંતુ જ્યારે મારી માતા બિમાર હતી અને પોતાના છેલ્લા શ્વાસ લઈ રહી હતી ત્યારે હું વિચારી રહ્યો હતો કે તેને સેટ પર લાવવી જોઈએ અને બતાવવું જોઈએ કે હું ક્યાં કામ કરું છું. પરંતુ તે ન થયું. 

મેકર્સ પર મોનિકાએ લગાવ્યો ફ્રોડનો આરોપ 
મોનિકા ભદૌરિયાએ જણાવ્યું કે શૉનું વાતાવરણ જોઈને તેને આ શોને છોડવા માટે મજબૂર થવું પડ્યું. તેનું કહેવું છે કે હજું પણ જે શૉમાં કામ કરી રહ્યા છે. તે ફક્ત પૈસા માટે કરી રહ્યા છે. "પૈસા જરૂરી છે પરંતુ આત્મસન્માનથી વધારે નહીં"  

મોનિકાએ આગળ પણ શૉના મેકર્સ પર પૈસા માટે એક્ટર્સ સાથે છેતરપિંડી કરવા અને કોન્ટ્રાન્કટમાં વસ્તુઓને સ્પષ્ટ ન જણાવવાનો આરોપ લગાવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Monika Bhadoriya Suicide TMKOC bawari મોનિકા ભદૌરિયા TMKOC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ